<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ નાઈજીરિયાને પરાજય આપ્યો

ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું : ભારતીય મહિલા ટીમે 38-10થી, જ્યારે પુરુષ ટીમે 50-23થી જીત મેળવી

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપના ચોથા દિવસે ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને નાઈજીરિયાને પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમે 38-10થી, જ્યારે પુરુષ ટીમે 50-23થી જીત મેળવીને પોતાનો વિજયી સિલસિલો જાળવી રાખ્યો હતો. મહિલા ટીમે સતત ચોથી જીત સાથે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું, જ્યારે પુરુષ ટીમે પણ સતત ચોથી જીત નોંધાવીને ગ્રુપ-એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

(11:06 PM IST)