તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Thursday, 19th November 2026
ભારતની માત્ર ૧૯ વર્ષની રક્ષિતા રામરાજે હોંગકોંગ ઓપનમાં મોટો ઊલટફેર સર્જ્યો
ઓલિમ્પિક વિજેતા ચીનની ચેન યુ ફેઇને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

હોંગકોંગ: ભારતીય બેડમિન્ટનની ઊભરતી ખેલાડી રક્ષિતા શ્રી રામરાજે હોંગકોંગ ઓપન સુપર ૫૦૦ સ્પર્ધામાં કારકિર્દીની યાદગાર સફળતા મેળવી છે. માત્ર ૧૯ વર્ષની રક્ષિતાએ ટોક્યો ઓલિમ્પિકની સુવર્ણચંદ્રક વિજેતા અને વિશ્વની ચોથા ક્રમાંકની ચીનની ચેન યુ ફેઇને ૨૧–૧૮, ૨૪–૨૨થી સીધી બે ગેમમાં પરાજિત કરી હતી.
કોઇમ્બતુરની વતની અને પુલેલા ગોપીચંદ એકેડેમીમાં તાલીમ લેતી રક્ષિતાએ બીજી ગેમમાં પાછળ હોવા છતાં જોરદાર વાપસી કરી હતી. આ જીત સાથે તે સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. અગાઉ તેણે ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને પણ હરાવી હતી. રક્ષિતાની આ સફળતાને ભારતીય મહિલા બેડમિન્ટન માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
