<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

IPL -2026 :પર્પલ કેપની રેસમાં રસાકસી: ભુવનેશ્વર કુમારે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું: અંશુલ કંબોજ અને કાગીસો રબાડાની મોટી છલાંગ

બોલરો વચ્ચેની આ સ્પર્ધામાં કેટલાક મહત્વના ફેરફારો જોવા મળ્યા છે, જોકે ટોચના સ્થાન પર ભારતીય ફાસ્ટ બોલરનો કબજો યથાવત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. સીઝનની 47 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચેના મુકાબલા બાદ પર્પલ કેપની રેસમાં રસાકસી વધી ગઈ છે. બોલરો વચ્ચેની આ સ્પર્ધામાં કેટલાક મહત્વના ફેરફારો જોવા મળ્યા છે, જોકે ટોચના સ્થાન પર ભારતીય ફાસ્ટ બોલરનો કબજો યથાવત છે.

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પર્પલ કેપ લીડરબોર્ડમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. અત્યાર સુધીના શાનદાર પ્રદર્શનના આધારે તે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં મોખરે છે. 47 મેચ બાદ પણ તેના ટોચના સ્થાનને કોઈ ખતરો દેખાયો નથી.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના ઉભરતા ફાસ્ટ બોલર અંશુલ કંબોજે શાનદાર ફોર્મ બતાવતા જોફ્રા આર્ચરને પાછળ છોડી દીધો છે. અંશુલ હવે 3 મહત્વની વિકેટો ઝડપીને લીડરબોર્ડમાં ટોપ 2 માં પહોંચી ગયો છે. બીજી તરફ, ગુજરાત ટાઈટન્સ (GT) ના સ્ટાર બોલર કાગીસો રબાડાએ પણ પંજાબ સામેની મેચમાં 2 વિકેટ ઝડપીને ટોપ 3 માં સ્થાન મેળવી લીધું છે. રબાડાએ આક્રમક બોલિંગના જોરે ઈશાન મલિંગાને પાછળ છોડી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો ઈશાન મલિંગા હવે પાંચમા સ્થાને સરકી ગયો છે.

પર્પલ કેપ - આઈપીએલ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરો 

  • ભુવનેશ્વર કુમાર (RCB): 17 વિકેટ
  • અંશુલ કંબોજ (CSK): 17 વિકેટ
  • કાગીસો રબાડા (GT): 16 વિકેટ
  • જોફ્રા આર્ચર (RR): 15 વિકેટ
  • એશાન મલિંગા (SRH): 15 વિકેટ

આઈપીએલ 2026 પર્પલ કેપ લિસ્ટ 

ખેલાડીમેચવિકેટસરેરાશભુવનેશ્વર કુમાર91715.53અંશુલ કમ્બોજ91715.82કાગિસો રબાડા101622.50જોફ્રા આર્ચર101521.27એશાન માલિંગા101521.73પ્રિન્સ યાદવ91320.46એએમ ગઝનફર81223.83પ્રસિદ્ધ કૃષ્ણા71222.42મોહમ્મદ સિરાજ101126.91રાશિદ ખાન10112

(12:11 PM IST)