News of Saturday, 16th May 2026
કીરોન પોલાર્ડ સામે આઈપીએલ કમિટી દ્વારા કડક કાર્યવાહી: શિસ્તનો ભંગ કરવા બદલ પોલાર્ડ પર આકરો દંડ ફટકારાયો
ઉગ્ર દલીલબાજી દરમિયાન પોલાર્ડ દ્વારા અમ્પાયર સામે અભદ્ર ભાષા અને અયોગ્ય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો

મુંબઈ :IPL ની વર્તમાન સીઝનમાં મેચો જેટલી રોમાંચક બની રહી છે, એટલો જ મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી એક અત્યંત રોમાંચક મેચ બાદ મુંબઈની ટીમના બેટિંગ કોચ અને પૂર્વ દિગ્ગજ ખેલાડી કીરોન પોલાર્ડ સામે આઈપીએલ કમિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મેચ દરમિયાન શિસ્તનો ભંગ કરવા બદલ પોલાર્ડ પર આકરો દંડ ફટકારવામાં આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે.
મળતી માહિતી મુજબ, મેચ દરમિયાન એક વિવાદાસ્પદ ક્ષણ એવી આવી જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કીરોન પોલાર્ડ પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યા નહીં. તેઓ ડગઆઉટ નજીક ઊભેલા ફોર્થ અમ્પાયર સાથે કોઈ બાબતે બાખડી પડ્યા હતા. આરોપ છે કે આ ઉગ્ર દલીલબાજી દરમિયાન પોલાર્ડ દ્વારા અમ્પાયર સામે અભદ્ર ભાષા અને અયોગ્ય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે IPL ની શિસ્ત સમિતિની નજરમાં આવી ગયું હતું.
મેચ પૂરી થયા બાદ અમ્પાયરોના રિપોર્ટના આધારે આઈપીએલ કમિટીએ આ મામલાની ગંભીર નોંધ લીધી હતી. IPL સત્તાવાળાઓએ કીરોન પોલાર્ડને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની સત્તાવાર આચાર સંહિતા લેવલ -1 ના ઉલ્લંઘન માટે દોષી જાહેર કર્યા છે. ક્રિકેટના મેદાન પર અમ્પાયરોના નિર્ણય અને તેમની ગરિમાનું સન્માન કરવું અનિવાર્ય હોવાથી પોલાર્ડનું આ વર્તન નિયમો વિરુદ્ધનું ગણવામાં આવ્યું છે.
આ ગેરવર્તણૂક બદલ આઈપીએલ કમિટીએ કીરોન પોલાર્ડને સજા તરીકે તેમની મેચ ફીના 15 ટકા જેટલો આકરો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, દંડની સાથે-સાથે પોલાર્ડના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરી દેવામાં આવ્યો છે. નિયમો અનુસાર જો કોઈ ખેલાડી કે કોચના ખાતામાં નિર્ધારિત સમયગાળામાં વધુ ડિમેરિટ પોઈન્ટ એકઠા થાય, તો તેના પર આગામી મેચો માટે પ્રતિબંધ પણ આવી શકે છે.
આઈપીએલ કમિટી દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કીરોન પોલાર્ડે પોતાની આ ભૂલ અને અમ્પાયર સાથેના અયોગ્ય વર્તનને સ્વીકારી લીધું છે. તેમણે કમિટી દ્વારા ફટકારવામાં આવેલી સજાનો પણ કોઈ પણ પ્રકારની દલીલ વગર સ્વીકાર કર્યો છે, જેના કારણે આ મામલે હવે કોઈ ઔપચારિક સુનાવણી હાથ ધરવામાં
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
