<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

કિંગ કોહલીએ ફાઇનલમાં ફટકારી કરિયરની સૌથી ફાસ્‍ટેસ્‍ટ ફિફટી

અમદાવાદ, તા.૧: આઈપીએલ ૨૦૨૬(IPL-2026) માં રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ (RCB) માટે સતત રનનો વરસાદ કરી રહેલા રનમશીન વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં પણ પોતાનો કિંગ અવતાર જાળવી રાખ્‍યો છે.

અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં ગુજરાત ટાઇટન્‍સ (GT) સામે રમાઈ રહેલી મહામુકાબલાની ફાઇનલમાં કોહલીએ માત્ર ૨૫ બોલમાં તોફાની અડધી સદી ફટકારી દીધી છે. ૧૫૬ રનના ટાર્ગેટનો પીછો કરતા વિરાટે એક શાનદાર ચોગ્‍ગો ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી, અને ૮ વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ ધ્‍વસ્‍ત કરી નાખ્‍યો હતો. વિરાટે આ મેચમાં ૨૫ બોલમાં અડધી સદી કરીને ૨૦૧૮ના પોતાના ૨૬ બોલના રેકોર્ડને તોડી નાખ્‍યો છે

(2:47 PM IST)