News of Monday, 28th September 2026
બેટથી કોહલી-ગિલનો ધડાકો, બોલથી કુલદીપનો પ્રહારઃ ભારતનો વિન્ડિઝ પર વિજય

તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ૮ વિકેટે હરાવી ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિગ કરીને ૫૦ ઓવરમાં ૨૯૫/૭નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતે માત્ર ૪૧.૪ ઓવરમાં ૩૦૦/૨ કરીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી જસ્ટિન ગ્રીવ્સે ૧૦૧ અને જ્હોન કેમ્પબેલે ૬૨ રન બનાવી શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે ૧૩૫ રનની ઓપનિગ ભાગીદારી બાદ ભારત માટે કુલદીપ યાદવ હીરો બનીને ઉભર્યો હતો. કુલદીપે ૪૦ રનમાં ચાર વિકેટ ઝડપી વિન્ડિઝની રફતાર પર બ્રેક લગાવી દીધી હતી. ?
૨૯૬ રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતને રોહિત શર્માએ ૩૨ રનની ઝડપી શરૂઆત અપાવી. ત્યારબાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ વિન્ડિઝના બોલરોની બોલતી બંધ કરી દીધી. ગિલે ૧૧૦ રનની સદી ફટકારી, જ્યારે કોહલીએ માત્ર ૮૮ બોલમાં અણનમ ૧૩૯ રન બનાવી ભારતને આસાન જીત અપાવી. બંને વચ્ચે બીજા વિકેટ માટે ૧૫૧ રનની ભાગીદારી થઈ.?
કોહલીની આ સદી સાથે તેના વન-ડે ક્રિકેટમાં ૧૫,૦૦૦ રન પણ પૂર્ણ થયા, જ્યારે આ તેની ૫૫મી વન-ડે સદી હતી. ગિલની આ ૧૦મી વન-ડે સદી રહી. કોહલીએ ૧૦ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથે અણનમ ૧૩૯ રન ફટકાર્યા હતા. હવે સિરીઝનો બીજો વન-ડે ૩૦મીએ બુધવારે બપોરે બે વાગ્યાથી ગુવાહાટી ખાતે રમાશે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
