તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Monday, 29th June 2026
‘મેસી મેજિક' સતત સાતમી મેચમાં ગોલ ફટકારી નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, આર્જેન્ટિના નોકઆઉટમાં
ડલાસમાં જોર્ડન સામે ૩-૧થી શાનદાર વિજય સાથે આર્જેન્ટિના ગ્રુપ-જે માં ટોચ પરઃ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત સાથે રાઉન્ડ ઓફ ૩૨ની તસવીર સાફ, ઓસ્ટ્રિયા અને અલ્જીરિયા પણ આગલા રાઉન્ડમાં ક્વોલિફાય થયા

ડલાસઃ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસીએ ફરી એકવાર મેદાન પર પોતાનો જાદુ ચલાવીને ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી દીધું છે. ડલાસ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ જોર્ડનને ૩-૧થી કરારી મ્હાત આપીને ટૂર્નામેન્ટમાં પોતાની સતત ત્રીજી જીત નોંધાવી છે. આ શાનદાર વિજયની સાથે જ લિયોનેલ મેસીએ વર્લ્ડ કપના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે આજ સુધી દુનિયાનો કોઈ પણ ખેલાડી કરી શકયો નથી.
જોર્ડન સામેની આ મેચમાં ગોલ કરવાની સાથે જ ૩૮ વર્ષીય લિયોનેલ મેસી વર્લ્ડ કપના ઇતિહાસમાં સતત ૭ મેચોમાં ગોલ કરનાર વિશ્વનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. મેસીના આ અસાધારણ ફોર્મ અને ‘મેજિક'ના જોરે આર્જેન્ટિનાએ ગ્રુપ સ્ટેજમાં પોતાનો દબદબો પૂર્ણપણે જાળવી રાખ્યો છે. આ જીત સાથે આર્જેન્ટિના ગ્રુપ ‘થ્'માં અજેય રહીને પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે અને પ્રબળ દાવેદાર તરીકે નોકઆઉટ સ્ટેજ (રાઉન્ડ ઓફ ૩૨)માં પ્રવેશ મેળવી લીધો છે.
મેચની શરૂઆતથી જ આર્જેન્ટિનાની ટીમે જોર્ડન પર દબાણ બનાવી રાખ્યું હતું. આર્જેન્ટિનાના આક્રમક આયોજન સામે જોર્ડનનો ડિફેન્સ લાઈનઅપ વેરવિખેર થઈ ગયો હતો. જોર્ડન તરફથી વળતો પ્રહાર કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ આર્જેન્ટિનાએ મેચ પરની પોતાની પકડ ઢીલી થવા દીધી નહોતી અને અંતે ૩-૧થી ભવ્ય વિજય મેળવ્યો હતો.
આર્જેન્ટિનાની આ સતત ત્રીજી જીતની સાથે જ વર્લ્ડ કપ ૨૦૨૬ના નોકઆઉટ સ્ટેજની તસવીર ઘણી ખરી સાફ થઈ ગઈ છે. ગ્રુપ ‘J'માંથી આર્જેન્ટિના ઉપરાંત ઓસ્ટ્રિયા અને અલ્જીરિયાની ટીમો પણ પોતપોતાના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે સત્તાવાર રીતે રાઉન્ડ ઓફ ૩૨ (નોકઆઉટ) માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ફૂટબોલ પ્રેમીઓ હવે મેસીના આ શાનદાર ફોર્મને જોતાં આર્જેન્ટિના ફરી એકવાર ટાઈટલ ડિફેન્ડ કરશે તેવી આશા રાખી રહ્યા છે
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
