News of Wednesday, 27th May 2026
અમારી ફિલ્ડિંગ તે સ્તરની નહોતી,અમે મહત્ત્વના કેચ છોડ્યાઃ શુભમન ગિલ
દબાણની પરિસ્થિતિમાં અમે નબળા સાબિત થયા, મેચમાં પકડ ગુમાવવાનું મુખ્ય કારણ નબળી ફિલ્ડિંગ

નવી દિલ્હીઃ મેચ પૂરી થયા બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટીમની નબળી ફિલ્ડિંગને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
ગિલે જણાવ્યું કે, ‘‘અમે ૧૨મી-૧૩મી ઓવર સુધી મેચમાં પકડ જમાવી રાખી હતી, પરંતુ અમારી ફિલ્ડિંગ તે સ્તરની નહોતી. અમે મહત્ત્વના કેચ છોડ્યા અને ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ નબળી રહી. અમે પ્રેક્ટિસમાં આ બાબતો પર કામ કરીએ છીએ, પરંતુ આજે અમારો દિવસ નહોતો અને દબાણની પરિસ્થિતિમાં અમે નબળા સાબિત થયા. સાઈ સુદર્શનના આઉટ થવા પર ગિલે તેને કમનસીબ ગણાવ્યું હતું
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
