<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

પાકિસ્‍તાને ખડકયો ૩૩૭ રનનો પહાડ, હવે ભારત સામે કપરો પડકાર

ફાઇનલમાં પાકિસ્‍તાનનો બેટિંગનો તોફાન : ઉસ્‍માન ખાને સદી ફટકારી, હવે ભારતીય યુવા સિતારાઓએ જીતવો પડશે જંગ

અલ અમરાત, તા.૧૪ : અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે રોમાંચક મુકાબલો જામ્‍યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર પાકિસ્‍તાની યુવા ટીમે ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગનું પ્રદર્શન કરી નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૩૭ રનનો વિશાળ સ્‍કોર ખડકયો છે. હવે એશિયા કપની ટ્રોફી જીતવા માટે ભારતીય યુવા સિતારાઓ સામે ૩૩૮ રનનો મોટો પડકાર છે.

પાકિસ્‍તાન તરફથી ઉસ્‍માન ખાને શાનદાર બેટિંગ કરતાં ૧૧૧ બોલમાં ૧૦૭ રનની યાદગાર ઇનિંગ રમી હતી. તેની સદીના સહારે પાકિસ્‍તાનની ટીમ મજબૂત સ્‍થિતિમાં પહોંચી હતી. ભારતીય બોલિંગમાં કાવ્‍યા પટેલે ૬૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્‍યારે ચિગુરૂપતિ વેંકટાએ ત્રણ વિકેટ મેળવી હતી. હવે સમગ્ર ક્રિકેટજગતની નજર ભારતીય યુવા બેટ્‍સમેનો પર મંડાઈ છે. ૩૩૮ રનનો લક્ષ્યાંક આસાન નથી, પરંતુ ભારતીય ટીમમાં પ્રતિભાશાળી બેટ્‍સમેનોની ફોજ છે. કેપ્‍ટન લક્ષ્ય રાયચંદાની અને તેના સાથી ખેલાડીઓએ ધીરજ, આત્‍મવિશ્વાસ અને આક્રમક રમતનું સંતુલન જાળવીને લક્ષ્યાંક હાંસલ કરવો પડશે.

ભારતીય યુવા ટીમ માટે આ માત્ર એક ફાઇનલ નહીં, પરંતુ એશિયાના ક્રિકેટ પર પોતાનું વર્ચસ્‍વ સાબિત કરવાની તક છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય યુવા તારલાઓ પાકિસ્‍તાનના ૩૩૭ રનના પહાડને પાર કરીને એશિયા કપનો તાજ પોતાના નામે કરી શકે છે કે નહીં!

(3:25 PM IST)