News of Wednesday, 29th April 2026
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ વિવાદમાં, ડ્રેસિંગ રૂમમાં ‘વેપિંગ' કરતા વીડિયો થયો વાયરલ
કેપ્ટનનો ડ્રેસિંગ રૂમમાં આરામ કે શિસ્તભંગ? બીસીસીઆઇ ની કડક કાર્યવાહીના સંકેત

નવી દિલ્હીઃઆઇપીએલની વર્તમાન સીઝન એક મોટા વિવાદની ઝપેટમાં આવી ગઈ છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં તેઓ પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં બેસીને ઈ-સિગારેટ (વેપ) પીતા કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાએ ક્રિકેટ જગતમાં હોબાળો મચાવી દીધો છે.
એક મેચ દરમિયાન, જયારે ટીમના ખેલાડીઓ રણનીતિ ઘડવામાં વ્યસ્ત હતા, ત્યારે ડ્રેસિંગ રૂમમાં કેમેરાના લેન્સ પર રિયાન પરાગની હરકત પકડાઈ ગઈ. ટીમના અન્ય ખેલાડીઓની હાજરીમાં આ પ્રકારનું વર્તન માત્ર ગેરવર્તણૂક જ નહીં, પરંતુ એક કેપ્ટન તરીકેની તેમની જવાબદારી પર પણ સવાલો ઉભા કરે છે. વીડિયો વાયરલ થતાં જ ચાહકોએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. ક્રિકેટના મેદાન અને ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન કે વેપિંગ કરવું એ સખત પ્રતિબંધિત છે. આ ઘટના માત્ર આઇપીએલની આચારસંહિતાનું ઉલ્લંદ્યન જ નથી, પરંતુ ભારતીય કાયદા (PECA 2019) હેઠળ પણ ગંભીર ગુનો બને છે. આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે બીસીસીઆઇ આ બાબતે ખૂબ જ ગંભીર છે. જો તપાસમાં દોષી સાબિત થાય તો રિયાન પરાગ સામે આ પગલાં લેવાઈ શકે છેઃઆચારસંહિતા ભંગ બદલ મેચ ફીમાંથી મોટો દંડ કપાઈ શકે છે. ગંભીર શિસ્તભંગ ગણીને તેમને આગામી એક કે બે મેચ માટે બેન (પ્રતિબંધ) કરવામાં આવી શકે છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
