News of Sunday, 16th August 2026
શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાએ વિશાળ સ્કોર ખડક્યો : દેવદત્ત પડ્ડીકલે 167 રન ફટકાર્યા: ધ્રુવ જુરૈલની ફિફટી
ભારતીય ટીમે બીજા દિવસના અંતે પ્રથમ ઈનિંગ્સમાં 9 વિકેટના ભોગે 460 રન કરી લીધા:કુલદીપ યાદવ 12 અને પ્રસિદ્ધ કૃષ્ણા 1 રને રમતમાં

ભારત અને શ્રીલંકાની ટીમ વચ્ચે ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સિરીઝની પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનાં બીજા દિવસે ભારતીય બેટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે બીજા દિવસે પણ ભારતીય બેટર્સે વરસાદનાં વિઘ્ન વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય ટીમે બીજા દિવસના અંતસુધીમાં પોતાની પ્રથમ ઈનિંગ્સમાં 9 વિકેટના ભોગે 460 રન કરી લીધા હતા. કુલદીપ યાદવ 12 અને પ્રસિદ્ધ કૃષ્ણા 1 રને રમતમાં હતા. બીજા દિવસે વરસાદને કારણે માત્ર 43 ઓવરની રમત શક્ય બની હતી.
બીજા દિવસની રમતમાં વરસાદનું વિઘ્ન વધારે રહ્યું. પ્રથમ સેશનમાં સંપૂર્ણ રમત ધોવાઈ હતી. જ્યારે બીજા સેશનમાં પણ અમુક ઓવરની રમત જ શક્ય બની હતી. બીજા દિવસે ભારતે સૌથી પહેલા રિષભ પંત (39 રન)ની વિકેટ ગુમાવી હતી. જેને ડેબ્યૂટન્ટ કેશરા નુવાન્થા એ આઉટ કર્યો. તે પછી રિટાયર્ટ હર્ટ થયેલ લોકેશ રાહુલ ફરી મેદાન પર ઉતર્યો પણ વધુ સ્કોર ના કરી શક્યો અને 82 રને નુવાન્થાનો શિકાર બન્યો હતો. દેવદત્ત પડ્ડીકલ સ્વરૂપે ભારતે પાંચમી વિકેટ ગુમાવી, જેણે 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 230 બોલમાં શાનદાર 167 રન ફટકાર્યા હતા. રવીન્દ્ર જાડેજા (13 રન) પણ સસ્તામાં નુવાન્થાનો શિકાર બન્યો હતો. ધ્રુવ જુરૈલ અને માનવ સુથારે સાતમી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. જુરૈલે 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 68 બોલમાં 51 રન કર્યા હતા. તે પછી સિરાજ (11 રન) અને માનવ સુથાર (24) પણ નજીવા યોગદાન સાથે આઉટ થયા હતા.
આ મેચમાં પ્રથમ 2 દિવસમાં ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ્સ પણ પૂર્ણ થઈ નથી. જોકે, તેનું મોટું કારણ બંને દિવસમાં નિર્ધારિત 90-90 ઓવરો ફેંકી શકાઈ નથી. વરસાદને કારણે ઓવર્સની સંખ્યા ઘટતા પરિણામની શક્યતા પણ ઘટી રહી છે. આગામી દિવસોમાં પણ જો વરસાદ રહેશે તો મેચ ડ્રો થવાની શક્યતા વધશે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
