News of Sunday, 31st May 2026
ફાઇનલના દિવસે મેદાન પર જે ટીમ દબાણને સારી રીતે હેન્ડલ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, તે જ ખિતાબ પોતાના નામે કરશે : સૌરવ ગાંગુલી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી TATA IPL 2026ની ભવ્ય ફાઇનલ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી TATA IPL 2026ની ભવ્ય ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ મહામુકાબલા પર પોતાની મહત્વની પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ જણાવ્યું છે કે આ ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ અને રસાકસી ભરેલી રહેશે, જેમાં વિજેતા કોણ બનશે તેની અગાઉથી કોઈ ભવિષ્યવાણી કરી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યું કે ફાઇનલના દિવસે મેદાન પર જે ટીમ દબાણને સારી રીતે હેન્ડલ કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, તે જ ખિતાબ પોતાના નામે કરશે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
