News of Monday, 11th May 2026
વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક; સતત બીજી મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો
ટીમના ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ કોહલીના આ ડક પર જાણો ક્યુ ચોંકાવનારું નિવેદન આપ્યું જે સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું

IPLની વર્તમાન સીઝનમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 2 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન કબજે કર્યું છે. જોકે, આ મેચમાં RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કોહલી સતત બીજી મેચમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. તેમ છતાં, ટીમના ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ કોહલીના આ ડક પર જે નિવેદન આપ્યું છે તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે.
મેચની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ આ લક્ષ્યાંક 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે આરસીબી 11 મેચમાં 14 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે.
આરસીબી તરફથી ક્રુણાલ પંડ્યાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 46 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 73 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કૃણાલને વિરાટ કોહલીના સતત ફ્લોપ શો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ચોંકાવનારું પણ સકારાત્મક નિવેદન આપ્યું. કૃણાલે કહ્યું- વિરાટ કોહલી એક ચેમ્પિયન ખેલાડી છે. જો તે બે મેચમાં રન નથી બનાવતો, તો હું વધુ ખુશ થાઉં છું. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે વિરાટ જ્યારે વાપસી કરે છે ત્યારે તે વધુ મજબૂત અને ખતરનાક બનીને આવે છે. રન માટેની તેની ભૂખ તેને અલગ બનાવે છે.
ક્રુણાલે વધુમાં ઉમેર્યું હતું કે, વિરાટના ફોર્મને લઈને ડ્રેસિંગ રૂમમાં કોઈ તણાવ નથી. તેણે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે- જ્યારે વાત વિરાટ કોહલીની હોય ત્યારે કોઈ ટેન્શન હોતું નથી. તે શું કરી શકે છે તે દુનિયા જાણે છે. મને પૂરો ભરોસો છે કે આગામી મેચોમાં વિરાટ ફરી પોતાની જૂની લયમાં જોવા મળશે અને મેદાન પર ધમાલ મચાવશે.
વિરાટ કોહલી: છેલ્લી બે મેચ (LSG અને MI સામે) માં ગોલ્ડન ડક પર આઉટ
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
