તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ગણપતિ વિસર્જન વખતે યુઝવેન્દ્ર ચહલની એક્સ વાઇફ ધનશ્રી વર્માની આંખો છલકાઈ: બાપ્પાને વિદાય આપતાં ભાવુક થઈ ગયેલી કોરિયોગ્રાફરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ગણેશ ચતુર્થી મહોત્સવના સમાપન સમયે ભગવાન ગણેશજીના આશીર્વાદ લેતાં ધનશ્રીની શ્રદ્ધા અને ભક્તિ જોઈ ચાહકો પણ થયા ભાવવિભોર

મુંબઈ, તા.18: જાણીતા ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની એક્સ પત્ની, પ્રખ્યાત કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધનશ્રી વર્માનો એક અત્યંત ભાવુક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ગણપતિ વિસર્જન 2026 દરમિયાન ધનશ્રી બાપ્પાને આશ્રુભીની આંખે વિદાય આપતી અને તેમની સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળી રહી છે. પોતાના ફોલોઅર્સ સાથે શેર કરેલી આ ઈમોશનલ પળોમાં બાપ્પા પ્રત્યેની તેની અપાર શ્રદ્ધા સ્પષ્ટપણે છલકાઈ રહી છે.
ગણેશોત્સવની ઉજવણીના અંતિમ દિવસે બાપ્પાની મૂર્તિને જ્યારે વિસર્જન માટે લઈ જવામાં આવી રહી હતી, ત્યારે ધનશ્રી પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહોતી. વાયરલ તસવીરો અને વીડિયોમાં તે આંખોમાં આંસુ સાથે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવીને આવતા વર્ષે 'બપ્પા મૌર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા'ની આશા સાથે વિદાય આપતી નજરે પડે છે. ધનશ્રીના આ ચહેરાના ભાવો અને શ્રદ્ધાએ સોશિયલ મીડિયા યૂઝર્સના દિલ જીતી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં રહી છે. ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સાથે ડિસેમ્બર 2020માં લગ્નગ્રંથિથી જોડાયા બાદ માર્ચ 2025માં બંનેએ પરસ્પર સંમતિથી કાયદેસર છૂટાછેડા લીધા હતા. અંગત જીવનના ઉતાર-ચઢાવ વચ્ચે પણ ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને તાજેતરમાં જ અશ્નીર ગ્રોવર દ્વારા હોસ્ટ કરાયેલા ઓટીટી શૉ 'રાઇઝ એન્ડ ફોલ'માં પણ જોવા મળી હતી.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
