News of Thursday, 13th June 2024
રાક્ષસ સક્રિયઃ જંગ જરૂરી
કાશ્મીરમાં હુમલા ખતરાની ઘંટડીઃ સરકાર નબળી નથી પડી તેવો તાકાતવર સંદેશ આપવો અનિવાર્ય
ઓરિસ્સા-આંધ્ર પ્રદેશમાં સરકારો ગોઠવાઇ ગઇ છે. કેન્દ્રમાં પણ વિભાગોની વહેચણી થઇ ગઇ છે. રાજકીય પરિસ્થિતિ સ્થીર બની રહી છે. જો કે મોદી સરકારની ત્રીજી ઇનિંગ વખતે જ સારા સંકેતો મળ્યા નથી. કેન્દ્ર સરકારની શપથવિધિ વખતે જ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. ભાજપનું જનસમર્થન ઘટયું છે. આંકડા પ્રમાણે પ્રથમ બે ટર્મ કરતા ત્રીજી ટર્મ નબળી સરકારવાળી છે.
બીજી બાજુ પડકારો વધી રહ્યા છે. કાશ્મીરમાં મોદી સરકારે નિર્ણાયક કાર્યો કરી દેખાડયા છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હુમલા થયા છે. નોંધપાત્ર બાબત છે. જો કે મોદીજીની નજરમાં આ મુદ્્ો હોય જ, પરંતુ રાક્ષસી હુમલાથી મોદી વિરોધીઓ ખુશ થઇને સરકાર નબળી હોવાના નિવેદનો કરીને ખેલ નાખે છે.
કોંગ્રેસને ૯૯ બેઠકો મળી છે, પરંતુ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પ્રથમ વખત કોંગ્રેસનું પતન અટકયું છે અને થોડી પ્રગતિ પક્ષની થઇ છે. આ કારણે રાહુલ ઉફાણે આવી ગયા છે. સરકારનો વિરોધ અને રાષ્ટ્રહિત વચ્ચેનો ભેદ ભૂલીને નિવેદનો કરે છે.
આતંકી હુમલા અંગે કોંગ્રેસના નિવેદનોનો અભ્યાસ કરો તો આતંકીને પરોક્ષરૂપે પ્રોત્સાહન મળે તેવા લાગશે. જો કે આ બાબત તેમની સમજની છે, પરંતુ આતંકી હુમલા ગંભીર બાબત જ ગણાય. મોદી સરકારે ઓછી બહુમતીમાં પણ સરકારની મજબૂતી અને આક્રમકતા સાબિત કરવા અનિવાર્ય છે.
લોકસભાની ચૂંટણીની સભાઓમાં ભાજપી નેતાઓએ પીઓકેને પરત લેવા માટે વચનો આપ્યા હતાં. મોદી સરકારે આ કાર્યને પ્રાથમિકતા આપીને મહાસફાયા કરવા જરૂરી છે.
પીઓકે પરત આવી જાય તો ઇતિહાસ રચાશે. દુનિયાને ભારત હજુ પણ તાકાતવર સરકાર ધરાવે છે તેવી જાણ પણ થઇ જશે અને ભારતમાં સરકાર સામે કાઉં-કાઉં કરી રહેલા રાજકીય શિયાળિયાની પણ બોલતી બંધ થઇ જશે.
ભાજપમાં-એનડીએ માં કે વિપક્ષમાં આંતરિક બખડજંતરો ગમે તે હોય, પણ ભારતમાં નબળી સરકાર હોવાની છાપ બનવી ન જ જોઇએ. આવું થશે તો દેશ માટે ઘાતક ગણાશે. આ માટે સરકારે બે-પાંચ ચમત્કારો દેખાડવા જરૂરી છે. દેશ વિરોધી તત્વો-ગુન્હાખોરોમાં ફફડાટ સ્થાપિત થવો જ જોઇએ.
સરકાર રચાયા બાદની દેશની સ્થિતિ જુઓ તો મીડિયામાં ભાંગફોડિયા તત્વો વધારે પડતા ચમકવા લાગ્યા છે. આવા તત્વોને પરોક્ષ અથવા પ્રત્યક્ષ પ્રોત્સાહન આપનારા પણ જોરમાં આવી ગયા છે. આ દિશા દેશ માટે જોખમી બની રહી છે. મોદી સરકારે રાજકીય લાભ કે નુકસાનીનો હીસાબ કર્યા વગર એકાદ નિર્ણાયક જંગ ખેલાઇ જાય તો સ્થિતિ પર કાબૂ કરી શકાય.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
