<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સ્માર્ટ વર્ક નહિ, હાર્ડવર્ક જરૂરી

રાહુલનો અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ પોલીસે નિષ્ફળ કર્યો, પણ હાર્ડવર્કનો દુકાળ ભારે પડશે...

સમાચાર આવ્યા-રાજકોટમાં રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનો સામે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો... રાજકોટ-સૌરાષ્ટ્રમાં હિન્દુઓ ત્રાહીમામ છે ત્યારે આવા સંગઠનોનું લોહી ઉકળતું નથી. આવા રાજકીય હિન્દુત્વથી લોકો ઉબી ગયા છે. હિન્દુત્વના નામે ચાલતા નાટકના કારણે ગુજરાત જોખમી સ્થિતિમાં આવી ગયું છે. મહાનગરોથી ગામડા સુધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ વધી ગઇ છે. હિન્દુત્વના નામે મત લેનારાને કંઇ પડી ન હોય તેવો માહોલ છે.

 આ કારણે રાજયમાં જનાધાર ઘટવા લાગ્યો છે. બેભાન જેવી કોંગ્રેસ સ્ફૂર્તિમાં આવી ગઇ છે. રાહુલ ગાંધીએ શિવજીનો ફોટો સાથે રાખીને સોફટ હિન્દુત્વનો સંકેત આપી દીધો છે. રાહુલે ગુજરાત પર ફોકસ કરીને મોદી-શાહની તાકાતના મૂળમાં ઘા કરવા રણનીતિ ઘડી છે.

તાજેતરમાં રાહુલ અમદાવાદ મુલાકાતે આવ્યા હતા. ધરપકડ કરાયેલા કોંગી કાર્યકરોને મળવાનું આયોજન હતું. ગુજરાત પોલીસે સ્માર્ટવર્ક કર્યુ. કાર્યકરોને વહેલા કોર્ટમાં રજૂ કરીને રાહુલનો કાર્યક્રમ ફલોપ કર્યો.

આ પ્રક્રિયાથી ભાજપીઓ ખંધુ હાસ્ય કરી રહ્યા છે. રાહુલે રાજકોટનો અગ્નિકાંડ, મોરબીનો પુલકાંડ, વડોદરાનો નાવકાંડ ઉઠાવીને લોકોના જખ્મોને વાચા આપી છે. લોકસભામાં પણ આ મુદ્ ઉઠાવવા વચન આપ્યું છે.

ભાજપીઓએ ખંધા હાસ્ય કરવાને બદલે ગંભીર થવું અનિવાર્ય છે. સ્માર્ટવર્કમાં પક્ષની પથારી ફરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ એક બેઠક કોંગ્રેસને આપીને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે, મોદીજી કે હિન્દુત્વના નામે મત લઇને બબૂચકોને મોટાપદ આપીને લોલમહોલ ચલાવવાની પ્રવૃત્તિ હવે નહિ ચાલે.

ગુજરાતમાં વિકાસના નામે કાંડો સર્જાયા છે. અધિકારીઓ, રાજકારણીઓ વચ્ચે જીવલેણ સેટિંગ થયા છે. રાજયમાં ગુન્હાખોરી-નાલાયકી બેકાબૂ બની છે. ગૃહપ્રધાન પડકારો સિવાય કંઇ ઉકાળી શકયા નથી. ગુજરાત અને ગુજરાતીઓ બરબાદ થઇ રહ્યા છે.

ભાજપ સરકાર અને અધિકારીઓ હજુ સ્માર્ટવર્ક કરીને કોંગ્રેસને પાડી દેવાના કાવાદાવા કરે છે. વર્ષો બાદ કોંગ્રેસ પ્રજાલક્ષી બની રહી છે. ભાજપથી પ્રજા ઉબી રહી છે. કોંગ્રેસે ગુજરાતમાં રિયલ મુદ્ પર નિર્ણાયક ખેડાણ કરવું જરૂરી છે. વિપક્ષમાં સ્ફૂર્તિનો સંચાર નિર્ણાયક બનવો જોઇએ. લોકોને રાજયભરમાં તીવ્રત્તમ પરેશાન કરતા મુદ્ઓ પર કોંગ્રેસને નિર્ણાયક બનાવીને તક છે.

ગામે-ગામ દેશી-વિદેશી દારૂના  અડ્ડા અને દારૂડિયાઓ પર લોકોને સાથે રાખીને કોંગ્રેસ દરોડા પાડે તો સ્માર્ટ નેતાઓ અને તંત્રની આબરુના લીરા ઉડે. આવા ઓપરેશનમાં વિપક્ષને લોકોનું પણ પ્રચંડ સમર્થન મળે તેમ છે.

ભાજપે ગુજરાતમાં આબરુ જાળવવી હોય તો સ્માર્ટવર્ક તડકે મૂકીને હાર્ડવર્ક કરી દેખાડવું જરૂરી છે, હવે લોકો મામા નહિ બને.

(10:14 AM IST)