<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

બ્રાન્ડિંગ V/S બ્રાન્ડિંગ !

મોદીત્વ સામે રાહુલત્વઃ ભગવી સ્પર્ધાઃ રોમાંચક તણખા

લોકસભાના પ્રથમ દિને જ શિવજીનો ફોટો અને અભય મુદ્રા... હિન્દુત્વ અંગે ભાષણ. રાહુલ ગાંધીનું આ બદલાયેલું રૃપ છે મોટાભા બનીને ફરવું અને જવાબદારીથી છટકવું એ રાહુલની વૃત્તિ રહી છે, પરંતુ  મોદી  સરકારની ત્રીજી ટર્મમાં વિપક્ષ નેતાનું પદ લઇને રાહુલે આશ્ચર્ય સજર્યુ છે. ગૃહમાં અને ગૃહ બહાર રાહુલ ગાંધીનું જબ્બર બ્રાન્ડિંગ શરૃ થઇ ગયું છે રાહુલ અને કોંગ્રેસ હિન્દુ વિરોધી હોવાની છાપ ભુસવા દૃઢ બન્યા હોય તેમ લાગે છે.

ચૂંટણીમાં ભાજપને મુખ્ય મુદ્દો અયોધ્યા હતો. આ બેઠક પર જ ભાજપનો પરાજય થતા પક્ષ ક્ષોભ અનુભવે છે. અયોધ્યામાં ભાજપના પરાજયને રાહુલે હથિયાર બનાવીને ભાજપના હિન્દુત્વને ભ્રમ ગણાવવા પ્રયાસ થયો છે. મુખ્ય ધરી ગુજરાતને ફોકસ કરીને મોદી-શાહ સામે સીધો પડકાર ફેકયો છે.

મોદીજી માત્ર ભાજપમાં જ નહી, પણ વિશ્વભરમાં બ્રાન્ડિંગના બાદશાહ છે. જો કે લોકસભાની ચૂંટણીમાં અકલ્પનીય  પરિણામ અને રાહુલત્વની આશ્ચર્યજનક સક્રિયતાથી ભાજપ ગેંગેફેફે થઇ ગયો છે. લોકસભામાં મોદીજીએ ઉભા થઇને રાહુલને જવાબ આપવો પડે એ સામાન્ય બાબત નથી. આ ઉપરાંત હિન્દુત્વ-અયોધ્યા જેવા મુદ્ે રાહુલને મોદીજી સીધા જવાબો આપે એ દર્શાવે છે કે, રાહુલની સક્રિયતા અસરકારક બની રહી છે. 

જોકે ભાજપ હજુ સ્થિતિ સમજી રહયો છે લોકસભાની ચૂંટણીમાં થયેલી નુકસાની અસહય બની રહી છે. મોદીજીનો પાવર ઓછો થાય એ પક્ષને કે દેશને પોસાય તેમ નથી. આ સામે પક્ષમાં મનોમંથન ચાલી રહ્યું છે. પક્ષ અને સરકાર નવી રણનીતિ સાથે મેદાનમાં આવશે.

રાજકીય સમીક્ષકો કહે છે કે, મોદિત્વનું વર્તમાન બ્રાન્ડિંગ તીવ્રતમ રહ્યું નથી. આ અંગે પક્ષના બૌધ્ધિકો ગંભીર અને સક્રિય છે. જ. નવેસરથી બ્રાન્ડિંગ અનિવાર્ય બન્યું છે. બીજી તરફ સાથી પક્ષોની અનિવાર્યતાના કારણે પક્ષે અને સરકારે વલણ અને વૃત્તિમાં પણ ફેરફાર કરવો પડશે. લાગે છે કે ખૂબ ટૂંકાગાળામાં મોદીજીની નવી આભા ઉજાગર થશે.

બ્રાન્ડિંગ મહત્વનું છે જ, પણ રાષ્ટ્ર અને લોકોના હિતમાં બ્રાન્ડિંગને બદલે કાર્યો-પરિણામ મહત્વના છે. હાલ બ્રાન્ડિંગ યુધ્ધમાં લોકહિત-રાષ્ટ્રહિત નજરે પડતું નથી. રાહુલ દેશભરમાં ઉડાઉડ કરીને પ્રશ્નો છેડે છે, પણ જયાં કોંગ્રેસ પ્રભાવી શાસન છે ત્યાં પણ લોકોની સ્થિતિ સુધારવાનું આયોજન નથી. આવી જ દશા ભાજપની ઙ્ગછે. શાસિત રાજયોમાં ભાજપના જ મતદારો ત્રાહીમામ છે, પણ બ્રાન્ડિંગના ચકકરથી કોઇ વિશેષ રણનીતિ નજરે આવતી નથી. પ્રશાંત કિશોર જેવા બ્રાન્ડિંગના દુકાનદારોના ધંધા જ તેજીમાં આવશે, તેમ લાગે છે.

(10:01 AM IST)