News of Thursday, 11th July 2024
પક્ષ પલટું માંગે સિંહાસન !
ગુજરાતમાં સંનિષ્ઠ ભાજપીઓની હાસ્યાસ્પદ દશાઃ આશ્રિતો માલિક બનવા થનગને છે...
દોઢેક મહિના પૂર્વે એવી સ્થિતિ હતી કે, મોદીજી મુદે ઉઠાવે અને દેશભરનાં વિપક્ષો કાઉકા નાખવા લાગે... હવે સ્થિતિ કેવી છે? રાહુલ ગાંધી ગુજરાત આવ્યા. અગ્નિકાંડના પીડિતોને મળ્યા. બે દિવસ બાદ સમાચાર આવ્યા કે, ગુજરાતના મુખ્યમંત્રી અગ્નિકાંડના પીડિતોને સાંભળશે.
સ્થિતિમાં પરિવર્તન એ થયુ છે કે ઐતિહાસિક બહુમતી ધરાવતી મજબૂત ગુજરાત સરકાર વિપક્ષ ઉઠાવે એ મુદ્દે ઢસડવા લાગી છે. હવામાં ઉડતા ભાજપના પાપ છાપરે ચઢીને પોકારી રહ્યા છે.
મોદીજીએ કોંગ્રેસ મુકતનો નારો આપ્યો હતા. ગુજરાતીઓએ ગુજરાત કોંગ્રેસ મુકત જેવું કરી દીધું જો કે ગુજરાતના ભાજપીઓને મોદીત્વ પર કે મતદારો પર ભરોસો ન હતો. કોંગ્રેસના ફાલતુ નેતાઓને પક્ષમાં ઘાલીને મોટાભા બનાવ્યા. પરિણામ શું આવ્યું? લોકસભાની અતિ મહત્વની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બનીને ઉભરી. ભાજપનો જનાધાર ઘટયો.
રાજયમાં ભાજપની રમૂજી દશા થઇ છે. કોંગ્રેસ ઉઠાવે એ મુદ્દે સાવજ જેવા ભાજપીઓ બકરી બનીને ઢસડાઇ રહ્યા છે. રમૂજની પરાકાષ્ઠા તો એ છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ઘુસેલા નેતાઓ હવે મુુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રીના પદ માંગવા લાગ્યા છે. કુંવરજીભાઇને મોટાપદ આપવાની માંગ સામાન્ય ન ગણાય.
વર્ષોથી ભાજપમાં મજૂરી કરનારા - સંઘર્ષ કરીને પક્ષને શકિતશાળી બનાવનાર અસંખ્ય નિષ્ઠાવાન કાર્યકરો - નેતાઓ માટે આ સ્થિતિ કેવી હશે? બિચારા જયા આશ્રિતોને આશરો આપ્પા બાદ સાબિત આશ્રિત માલિક બનવા જઇ રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં દરેક બેઠકમાં પાંચ લાખની લીડનો ઢઢ્ઢો ભાજપને ભારે પડયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં ભાજપી સરકારો કંઇ ઉકાળી શકી નથી. પાંચ લાખની લીડ માટે લોકહિતના કામ કરી દેખાડવાને બદલે ભાજપે બેભાન જેવી કોંગ્રેસને તોડી. ફાલતુ નેતાઓને ભાજપે ઉમેદવારો બનાવી દીધા. પરિણામોમાં ભાજપ ખુદ ડલ થઇ ગયો અને કોંગ્રેસ ભાનમાં આવી ગઇ.
ભાજપમાં ઘુસેલા કોંગીજનો પરોક્ષરૂપે વટથી કહે છે કે, અમારા કારણે ભાજપને મત મળ્યા છે, સિંહાસન આપો... આ સામે એક પણ ભાજપી નેતુ કંઇ બોલી શકતું નથી. રાજયમાં કોંગ્રેસ જોરશોરથી લોકોના મુદ્દા ઉઠાવા લાગી છે અને ભાજપ સરકાર અને પક્ષ ઢસડાય છે.
મજેદાર બાબત એ છે કે, ભાજપ સરકારમાં કે પક્ષમાં કોંગ્રેસ મૂળના નેતાને સર્વોચ્ચ પદ ન આપે તો પક્ષ તૂટી શકે અને સર્વોચ્ચ પદ આપી દે તો ભાજપ સરકાર અને પક્ષની દશા નકલી કોંગ્રેસ જેવી બની જાય! ગુજરાતના રણનીતિકારોને શોધી - શોધીને...
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
