<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

સહન- શકિતમાં ઓટનો પ્રારંભ

ગાંધીધામ, વિસાવદર, જુનાગઢમાં બનેલી ઘટના સામાન્‍ય નથીઃ લોકોની ઘટતી સહન શકિત શાસકો માટે જોખમી

 

 સૌરાષ્‍ટ્રમાં એક જ દિવસમાં બનેલી ત્રણ ઘટનાઓ. જુનાગઢના પ્‍લાસવા ગામમાં એક લંપટ શિક્ષક સામે ફરિયાદો થઇ, પણ તંત્રએ રાબેતા મુજબ કંઇ ન કરતા ત્રાહીમામ લોકો વિફર્યા શિક્ષકની ધોલાઇ કરીને સ્‍કૂલની તાળાબંધી કરી. બીજી ઘટના જાણો... વિસાવદર પંથકમાં ગોૈચર ખાલી કરાવવા તંત્રએ કોઇ પગલાં ન ભરતા ત્રાહિમામ માલધારીઓએ ગાયો-ભેસો ટીડીઓ કચેરીમાં છોડી દીધી. રાતવાસો માલઢોર સાથે કચેરીમાં કર્યો! ત્રીજી ઘટના... કચ્‍છ-ગાંધીધામમાં વિવિધ સમસ્‍યાથી ત્રસ્‍ત  લોકોએ ગાંધીધામ નગરપાલિકાને તાળું મારીને તંત્રને અંદર પૂરી દીધું !

સોૈરાષ્‍ટ્રના પત્રકારત્‍વમાં ગંભીરતા નામનું તત્‍વ અદૃશ્‍ય થઇ રહયુ છે તેથી આવી ઘટનાઓ ઉજાગર થતી નથી. કંટાળી ગયેલા લોકો આખા તંત્રને ઓફિસમાં પૂરી દે એ સામાન્‍ય સ્‍થિતિ ગણાય? અન્‍ય રાજયોમાં આવું થયું હોત તો રાષ્‍ટ્રીય મુદ્દો બન્‍યો હોત.

ત્રણેય ઘટનાનું વિશ્‍લેષણ કરીએ તો તારણએ નીકળે કે, લોકોની સહનશકિત ઘટી રહી છે. સમસ્‍યાઓથી ત્રાહીમામ લોકો નીંભર તંત્ર અને સડેલી રાજનીતિ સામે બંડ પોકારવા લાગ્‍યા છે. લોકોએ ઉઠાવેલા પ્રશ્નો  સાચા હોય કે ખોટા હોય, પરંતુ ટોળું ન્‍યાય કરે એ જરાપણ આવકાર્ય નથી. સામાજિક મનોવિજ્ઞાન પ્રમાણે ટોળામાં બુધ્‍ધિ હોતી નથી. ટોળાશાહી સમાજ અને શાસક માટે જોખમી ગણાય.

જો કે બીજી તરફ વિચાર કરીએ તો લોકો પણ નવરા નથી ટોળા કરીને હલ્લો કરવો એ મજબૂરી હોય છે. સામાન્‍ય પ્રશ્નો પણ ટલ્લે ચઢાવવામાં અધિકારીઓ માહેર હોય છે. રાજકારણીઓ સેટિંગમાંથી ઊંચા આવતા નથી. ત્રાહીમામ લોકોની સહનશકિત પૂરી થયા બાદ કાયદો હાથમાં લેવા મજબૂર બને છે. ટોળું બેફામ બન્‍યા બાદ ઘણી વખત પ્રશ્ન ઉકલે છે. આ કારણે ટોળાશાહીને પ્રોત્‍સાહન મળે છે. ચારેબાજુ ટોળા સર્જાવા લાગે છે. આમાં નાલાયકવૃત્તિ ધરાવતા લોકોના ટોળા પણ બનવા લાગે છે.

ત્રણ ઘટનાઓ દર્શાવે છે કે, સૌરાષ્‍ટ્ર અરાજકતા તરફની દિશા પકડી રહ્યું છે.  આ અંગે રાજનીતિ, વહીવટી તંત્ર, પત્રકારત્‍વ કે કહેવાતા સમાજના ચિંતકોની દૃષ્‍ટિ પણ નથી. સરકારી કે અધિકારી વર્ગ ગમે તેવા નીંભર હોય, પણ ટોળા સામે હિંમત ધરાવતા નથી. હાર્દિક પટેલ જેવો માણસ ૫૦૦ લોકોના ટોળા કરીને ગુજરાતમાં સમાજના નામે અરાજકતા સર્જી હતી. પગલા લેવાને બદલે ભાજપે તેને પક્ષમાં લઇને ધારાસભ્‍ય બનાવી દીધો !

ટોળાને પ્રોત્‍સાહન આપતી નીતિ ગુજરાતમાં અમલમાં હોય તેમ લાગે છે. એક સમાચાર પ્રમાણે અગ્નિકાંડ, હરણીકાંડ, તક્ષશીલા, ઝૂલતો પુલ વગેરેના પીડિતો સંગઠિત થઇ રહયા છે. ભાજપની નીંદર હરામ થવી જોઇએ, પરંતુ...

(10:32 AM IST)