<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ભયાવહ પડકારો સામે ઢીલાઢફ

વડોદરા-જામનગરમાં આંગણવાડીમાં બાળકોને નમાજ પઢાવાઇ રહી છેઃ ભાજપનું હિન્‍દુત્‍વ કરમાઇ ગયું, કોઇ નેતું કંઇ બોલતું નથી...

લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્‍દુત્‍વ અંગે નિવેદન આપતા ગુજરાતના ભાજપીઓ રોડ પર આવીને વિરોધ કરવા લાગ્‍યા હતા. માત્ર રાજકીય લાભ માટેનું જ હિન્‍દુત્‍વ હવે ઉઘાડું પડી ગયું છે. તાજેતરમાં અનેક રાજયોમાં ધારાસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી,  જેમાંથી ભાજપને ૧૩ માંથી માત્ર બે બેઠકો મળી છે. લોકસભાની ચૂંટણી બાદ ભાજપને આ બીજો ઝટકો છે. જો કે હજુ ભાજપીઓમાં જરા પણ ગંભીરતા દેખાતી નથી.

ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. હિન્‍દુત્‍વના નામે મત મેળવીને ભાજપીઓ મોજ કરી રહ્યા છે. કામ કરી દેખાડવું તો દૂરની બાબત છે, ભાંગફોડિયા ધાર્મિક તત્‍વો સામે ધાક પણ જમાવી શકયા નથી. આ કારણે ગુજરાતમાં ગામેગામ ભયાવહ સ્‍થિતિ નિર્માણ થવા લાગી છે. પડકારોનો તીવ્ર સામનો કરવા કરવાના સમયે ભાજપીઓ મૌન થઇ ગયા છે.

પ્રાપ્ત સમાચારો પ્રમાણે ગુજરાતના બે વિસ્‍તારોમાંથી ગજબ ઘટના બની છે. વડોદરા પાસે કરનાળીમાં ઇદના પાઠ ભણાવવામાં આવ્‍યા હતા. સંચાલકો દ્વારા હિન્‍દુ ભૂલકાને માથે રૂમાલ બંધાવીને નમાજ પઢાવવામાં આવી હતી. આવું અભ્‍યાસક્રમમાં કયાંય નથી. આ ઘટના સામે એક પણ ભાજપીનું હિન્‍દુત્‍વ ધગ્‍યું નથી.

પડકારો સામે ઢીલાઢફ નેતાઓના કારણે ભાંગફોડિયાને પ્રોત્‍સાહન મળવા લાગ્‍યું છે. જામનગરના સોનલનગરની આંગણવાડીમાં ૩૦ બાળકો બાળકોમાં ર૮ હિન્‍દુ છે, બે મુસ્‍લિમ... અહીં પણ નમાજના પાઠ ભણાવવામાં આવ્‍યા હતાં.

આ પૂર્વે કચ્‍છની શાળામાં પણ હિન્‍દુ છાત્રોને ટોપી પહેરાવીને નમાજ પઢાવાઇ હતી. આવી ઘટનાઓ વધતી જાય છે, પરંતુ હિન્‍દુત્‍વના નામે મત લઇને મોટા પદ પર મોજ કરી રહેલા ભાજપી નેતાઓ હરફ પણ ઉચ્‍ચારી શકતા નથી. પડદા પાછળની વોટ બેંક તૂટવાનો ભય લાગતો હશે...?

એક વીપરિત ઘટના બની હતી. એ સમયે પણ ભાજપ મૌન રહ્યો હતો. ગુજરાત સરકારે મોટા ઉપાડે ગુજરાતની શાળાઓમાં ગીતાજીનો અભ્‍યાસક્રમ દાખલ કર્યો હતો. ખૂબ પ્રસિધ્‍ધિ લીધી, પણ પ્રચંડ બહુમતી ધરાવતી સરકારના આ નિર્ણયનો ડીસા સહિતના પંથકમાં વિધર્મીઓએ વિરોધ કર્યો. ભાજપની બોલતી બંધ થઇ ગઇ.

હિન્‍દુત્‍વ અંગે રાહુલના નિવેદનોનો વિરોધ કરવા નીકળી પડતા ભાજપીઓનું હિન્‍દુત્‍વ વિધર્મી સામે શા માટે કરમાઇ જાય છે. ગુજરાતમાં નમાજ જેવી ઘટના બને ત્‍યારે બે-ચાર ફાલતુ હિન્‍દુવાદી સંગઠનો વિરોધ કરે છે, તેમનું પણ કંઇ ઉપજતું નથી.

ભાજપી શાસનની આવી અવદશા ભાજપને જ ભારે પડી રહી છે. મોદિત્‍વને અને દેશને પ્રચંડ રાજકીય નુકશાન થઇ રહ્યું છે. પીઓકે ભારતનો  ભાગ બનાવવાની વાતો ચાલે છે, પરંતુ લાગી રહ્યું છે કે, ગુજરાત પાકિસ્‍તાનનો ભાગ નથી બની રહ્યું ને...?

(10:42 AM IST)