News of Wednesday, 17th July 2024
સનાતનઃ આંતરિક
શંકરાચાર્યજી બેફામઃ ભાજપમાં અંદરો અંદર બઘડાટીઃ સંઘ દર્શક
રાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્રબિન્દુ ઉત્તર પ્રદેશ છે. આ પ્રદેશમાં ભાજપ પાસે સ્ટ્રોંગ અને આશાસ્પદ નેતૃત્વ યોગીજી રૂપે છે. આદિત્યનાથજીએ અકલ્પનીય અને આક્રમક શાસનનો પરચો અનેક વખત દેખાડયો છે. અન્ય પક્ષો-નેતાઓને પણ ધ્રુજાવી દે તેવું આ નેતૃત્વ ભાજપ માટે પણ આશાસ્પદ છે.
જો કે ભાજપને કોઇની નજર લાગી ગઇ હોય તેમ લાગે છે. ભાજપીઓ દેશભરમાં ભાંગફોડિયા તત્વોને ભારે પડવાને બદલે અંદરો અંદર બઘડાટી બોલાવીને એકબીજાને ભારે પડી રહ્યા છે. રાજનીતિમાં દેશભરમાં ભાજપે પ્રભાવ જમાવ્યો હતો એ ઘટવા લાગ્યો છે. વિપક્ષના સાવ નિષ્ફળ નેતાઓ ભાજપની બાલીસ હરકતોના કારણે મોટાભા બની ગયા છે.
ભાજપની નાલાયકીનું સૌથી વધારે નુકસાન સનાતનને થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં અંદરો અંદર બઘડાટીના કારણે વિધર્મી તત્વોએ માથું ઊંચકર્યું છે. યોજીજી સામે હરફ પણ ઉચ્ચારી ન શકનારા હાકલાપડકારા કરવા લાગ્યા છે. એક ઇસ્લામિક ધર્મગુરુએ યુપીમાં સૌથી મોટું ધર્મ પરિવર્તન કરવાનું એલાન કર્યુ છે.
આવા પડકારા સામે સનાતની ધર્મગુરુઓએ જવાબ આપવાના હોય છે, પરંતુ શંકરાચાર્યજી અવિમુકતેશ્વરજીની ગાડી બ્રેક વગરની બનીને મોદી સરકારની પાછળ પડી છે.
સમગ્ર માહોલ જોઇએ તારણ નીકળે છે કે, સનાતનને વિધર્મીઓને બદલે સાધર્મીઓ સૌથી વધારે નડતરરૂપ બની ગયા છે. હિન્દુઓના મત લઇને સત્તામાં ગોઠવાઇ ગયેલા પડકારોનો સામનો કરવાને બદલે અંદરો અંદર બઘડાટી બોલાવી રહ્યા છે. સનાતના નામે ગાદિપતિ બનીને સનાતનીઓની જ પથારી ફેરવી રહ્યા છે.
રામ મંદિર નિર્માણ વાસ્તવમાં સનાતનો ગૌરવવંતો શંખનાદ હતો, ધર્મગુરુઓ અને ભાજપીઓની આંતરિક બઘડાટીના કારણે મંદિર મુદ્્ો હાસ્યાસ્પદ બની ગયો. આ મુદ્્ાનો ગેરલાભ કોંગ્રેસ લઇ રહી છે. આટલું થઇ ગયું પછી પણ આંખ ઉઘડતી નથી. હજુ બેફામ બનીને એકબીજાને પાડી દેવામાં વ્યસ્ત છે.
લોકસભામાં ભાજપની તાકાત ઘટી ગઇ છે. યોગીત્વ પરેશાન થઇ ગયું છે. રામ મંદિર જેવું ગૌરવ હાસ્યાસ્પદ બની ગયું છે. વિધર્મી તાકાતો માથું ઊંચકુી રહી છે. ધર્મ પરિવર્તનના ગતકડાથી માંડીને કાશ્મીર ફરીથી હિંસક બનવા લાગ્યું છે. માહોલ ચિંતાજનક બન્યો હોવા છતાં ભાજપીઓથી માંડીને શંકરાચાર્યજીની આંખ ઉઘડતી નથી. કોઇ કે સનાતનની પથારી ફેરવવાનો કોન્ટ્રાકટ કર્યો નથી ને...?
આર. એસ. એસ. હિન્દુઓનું વિશ્વનું સૌથી મોટું સંગઠન ગણાય છે. ભુતકાળમાં સંઘે આશચર્યજનક કાર્યો સંઘર્ષ કરીને પાર પાડયા છે. વર્તમાનમાં સંઘ માત્ર દર્શક હોય તેવો માહોલ છે. લોકસભાની ચૂંટણી બાદ સંઘ બેઠકો કરે છે, પરંતુ તેમની સક્રિયતાનો કોઇ પ્રભાવ દેખાતો નથી. લોકસભાની ચૂંટણી પૂર્વે જે. પી. નડ્ડાએ સ્પષ્ટ કહ્યું હતું કે, હવે ભાજપને સંઘની જરૂર નથી. સનાતનીઓ બધા સાથે મળીને ડૂબી રહ્યા છે.... સાવધાન...
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
