<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

સંસ્‍કારી મુખ્‍યમંત્રી ગુંડાના ભરોસે !

‘આપ'ની હવા નીકળી ગઇઃ CMના પીએ માટે સુપ્રીમે ગુંડા શબ્‍દ વાપર્યોઃ અન્‍ય મુખ્‍યમંત્રીઓ પણ ચેતે

આમ આદમી પાર્ટીના ચોકલેટી સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગૃહમાં નિવેદન કયર્ુે કે, યુવા દેશ ભારત વૃધ્‍ધ નેતાગીરીમાં ફસાઇ ગયો છે. ચુંટણી લડવાની ઉંમર ૨૧ વર્ષ ની કરો...  પ્રથમ નજરે આ વાત સાચી લાગે, પરંતુ ઊંડાણથી ચિંતન કરો તો કુવૃતિ  અને નાલાયકીને ઉંમર સાથે કોઇ લેવા દેવા નથી હોતા. કોઇ પણ વયે માણસ નાલાયક બનવા સક્ષમ હોય છે.

યુવા વર્ગને રાજનીતિમાં આકર્ષવા જરૂરી છે, પણ આ કાર્ય કરતા પૂર્વે એ વર્ગમાં નૈતિકતા વિકસે તેવા પ્રયાસો કરવા જરૂરી છે. રાઘવ ચઢ્ઢા ગોૈરવભેર નિવેદન આપી રહ્યા હતા. ત્‍યારે જ આમ આદમી પાર્ટીમાં સક્રિય યુવાવર્ગની પોલ ખુલી રહી હતી.

પોતાને સંસ્‍કારી ગણાવતા મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલનો પીએ મુખ્‍યમંત્રી આવાસમાં જ મહિલાને બેફામ મારમારતા ઝડપાયો છે. આ પીએ વિભવ કુમારને જામીન મુકત કરાવવા પક્ષ મરણિયો બન્‍યો છે. ગઇકાલે સુપ્રીમ કોર્ટે પ્રશ્ન  કર્યો કે, મુખ્‍યમંત્રી નિવાસમાં આવા ગુંડાઓને શા માટે સ્‍થાન આપવામાં આવે છે? આ સવાલ ઉઠાવીને વિભવ કુમારના જામીન ફગાવી દીધા હતા.

રાધવ ચઢ્ઢાને માલુમ થાય કે, વિભવ કુમાર યુવાન છે અને દશ વર્ષથી  કેજરીવાલ સાથે જોડાયેલો છે. આ પાત્ર માટે સુપ્રીમ કોર્ટે ગુંડા શબ્‍દ વાપર્યો છે. સંસ્‍કારી મુખ્‍યમંત્રી કેજરીવાલ હાલ આરોપી તરીકે સળિયા ગણે છે, આવા સંસ્‍કારી નેતા ગુંડાના સહારે ધબકતા હતા !

વિભવકુમારની  ગુંડાગીરી બાદ શરમમાં મુકાયેલી આમ આદમી પાર્ટીએ તેમને કેજરીવાલના પીએ પદેથી મુકત કરવા પડયા, પરંતુ હજુ આખો પક્ષ વિભવના જામીન માટે ઊંધે કાંધ છે.

કેજરીવાલ ટોળકીના નાટક ઉઘાડા પડી ગયા છે. જો કે આ ઘટના દરેક મુખ્‍યમંત્રીઓ માટે સાવધ થવા જેવી છે. આસપાસ ગોઠવાઇ ગયેલી ગુંડા જમાતનો ગમે ત્‍યારે પર્દાફાશ થઇ શકે છે.

સંસ્‍કારી-શાંત-સમૃધ્‍ધ ગણાતા ગુજરાતમાં છેલ્લા દશ વર્ષમાં સંસ્‍કારી છાપ ધરાવતા મુખ્‍યમંત્રીઓ શાસન કરી ગયા છે. આ મુખ્‍યમંત્રીઓની આસપાસ ગોઠવાયેલા ઘણાં સહાયકોના ખેલ ઉઘાડા પડી ગયા હતા. અમુકને તો કાઢવા પડયા હતા. મીડિયા પર સરકારના પ્રભાવના કારણે આવી ગંભીર ઘટનાઓ વધારે ચર્ચાસ્‍પદ બની શકી ન હતી, પણ ગુજરાતના ડાહયા-ડમરા ગણાતા નેતાઓની ખુરશી આસપાસ ઘુમતી જમાતોથી ચેતવા જેવું તો છે જ.

(9:29 AM IST)