<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

રાજકીય ટેસ્‍ટિંગઃ વકફ વિવાદ

મોદી સરકાર ફરીથી ટ્રેક પર આવી રહી છેઃ કોંગ્રેસનું હિન્‍દુત્‍વ હવાઇ જવાના આરે

બાંગ્‍લાદેશીઓ મોટા પાયે ભારતમાં ઘુસવા તૈયાર છે. અહેવાલો પ્રમાણે જેલમાંથી ભાગી છૂટેલા આતંકવાદીઓ પણ ભારતમાં ઘુસવાની પેરવી કરી રહ્યા છે. જો કે સરહદ પર જવાનો સજજ છે. દીવાલ બનીને ઉભા છે. બાંગ્‍લાદેશની બઘડાટીથી વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ મળી રહી છે. દરેક દેશો પોતાનું સ્‍ટેન્‍ડ કિલયર કરે છે. હાલ શેખ હસીના ભારતમાં છે. ભારત માટે ચિંતાનો વિષય છે. મોદી સરકારની તીવ્ર નજર સ્‍થિતિ પર છે.

મોદીજીની વિશેષતા એ છે કે, એક સાથે અતિ મહત્‍વના વિવિધ મોરચે લડત આપી શકે છે. લોકસભાની ચૂંટણી બાદ સરકાર થોડી ઢીલી દેખાતી હતી, પરંતુ ફરીથી મૂળ ટ્રેક પર સરકાર આવી રહી હોય તેમ લાગે છે.  બાંગ્‍લાદેશનો નીતિ વિષયક-તીવ્ર મુદ્‌્‌ો લાઇવ હોવા છતાં સરકારે લોકસભામાં વકફ બોર્ડ જેવો અઘરો મુદ્‌્‌ો છેડયો છે.

વકફ બોર્ડ સંશોધન ખરડો લોકસભામાં મૂકાયો છે. આ કદમ અસામાન્‍ય છે. ભાજપ પાસે પૂરતી બહુમતી નથી. નીતિશ-ચંદ્રાબાબુ નાયડુ જેવા સાથીદારોના કારણે સરકાર ચાલે છે. આ સ્‍થિતિમાં વકફ જેવો અઘરો મુદ્‌્‌ો છોડાયો તે મોદી સરકારની હિંમત અને આત્‍મબળ દર્શાવે છે.

વકફ મુદ્‌્‌ો રાજકીય ટેસ્‍ટિંગ જેવો સાબિત થઇ રહ્યો છે. નવી સરકારમાં વિપક્ષ નેતા બનેલા રાહુલ ગાંધીએ પ્રથમ ભાષણમાં જ શિવજીનો ફોટો દર્શાવીને કોંગ્રેસ સોફટ હિન્‍દુત્‍વ તરફ જતી હોવાનો સંકેત આપ્‍યો હતો. બાદમાં પડદા પાછળ એક શંકરાચાર્યની કુકરી ગાંડી કરીને કોંગ્રેસે હિન્‍દુત્‍વનો મુદ્‌્‌ો જીવંત રાખ્‍યો છે.

હિન્‍દુત્‍વ ભાજપની મુખ્‍ય તાકાત છે. કોંગ્રેસ આ તાકાતને હાઇજેક કરવાની રણનીતિ ધરાવતી હતી. વકફ બોર્ડનો મુદ્‌્‌ો સંસદમાં ખરડા રૂપે આવતા કોંગ્રેસના હિન્‍દુત્‍વની હવા નીકળી ગઇ છે. કોંગ્રેસને ના છૂકટે ખરાડા વિરોધી સ્‍ટેન્‍ડ લેવું પડયુ છે. ખરડાનો વિરોધ કરીને કોંગ્રેસે તર્ક આપ્‍યો કે, આ ખરડો વિશેષાધિકારનો ભંગ છે, બંધારણ પર હુમલા સમાન છે.

તર્ક જે હોય તે, પરંતુ કોંગ્રેસના આ સ્‍ટેન્‍ડથી બહુમતી વર્ગની માનસિકતા પર કેવી અસર થશે? કોંગ્રેસે ખરડાનો ખુલ્લેઆમ વિરોધ કરતા મોદી સરકાર ખુશ છે. જને ઉધારી-શિવ ભકતો ઉઘાડા પડી ગયા છે. નવી ટર્મમાં  લોકસભામાં રાહુલે આપેલા ધુંઆધાર ભાષણો બાદ સર્જાઇ રહેલી રાહુલની નવી આભાને પણ ઝટકો લાગ્‍યો છે.

કોંગ્રેસે પોતાની પરંપરાગત લઘુમતી વોટ બેંકને ખુશ રાખવાનો નિર્ણય કર્યા બાદ ખરડાનો ખુલ્લો વિરોધ કર્યો છે. મોદી સરકાર આવા વિવાદી મુદ્‌્‌ા સતત ઉઠાવીને કોંગ્રેસને સ્‍ટેન્‍ડ નિヘતિ કરવા મજબૂર કરીને કોંગ્રેસને હિંદુ વિરોધી સાબિત કરી દેશે. આ રાજકીય ટેસ્‍ટિંગ હતું.

(11:12 AM IST)