News of Wednesday, 14th August 2024
બંગાળ- ગુજરાતમાં આટલો તફાવત
એક રેપ-હત્યા કાંડમાં આક્રમક મમતા ઝૂકી ગયાઃ ગુજરાતમાં અગ્નિકાંડો જેવા ભયાવહ હાહાકાર, પણ નબળી નેતાગીરી ઝૂકી નહિ
પં. બગાળમાં વાઘણ જેવી ખુંખાર મમતા બેનરજીની સરકાર છે. ભલભલાને ધ્રુજાવી દે છે. ચૂંટણીમાં લોકોએ મનમૂકીને મમતાને મત આપ્યા હતાં. મમતા માત્ર આક્રમક જ નહિ, લોકપ્રિય પણ છે. આ રાજયમાં તાજેતરમાં એક રાક્ષસી ઘટના બની. એક મહિલા તબીબ પર રેપ થયો અને હત્યા થઇ. પૂરા પヘમિ બંગાળમાં તીવ્ર આક્રોશ ફેલાયો. આરોપી મમતાના તૃણમૂલ પક્ષ સાથે જોડાયેલો હોવાની વાત બહાર આવી. લોક રોષ વધ્યો. મમતાએ ઘટનાને દાબી દેવા પ્રયાસ કર્યો. લોકોનો આક્રોશ વધતા આક્રમક ગણાતી મમતા સરકાર ઝૂકી ગઇ. મમતા ખુદ લોકોને હાથ જોડવા લાગ્યા. તપાસ સીબીઆઇના હાથમાં ગઇ.
પ. બંગાળ કરતા ગુજરાત સમૃધ્ધ, જાગૃત, વિકસિત રાષ્ટ્ર ગણાય છે. ગુજરાતમાં રેપની ઘટનાઓ લગભગ દરરોજ બને છે. છેલ્લા કેટલાક દિવસોમાં તો રાક્ષસી ગણાય તેવા કાંડો થયા. નિર્દોષ લોકોના સામૂહિક મોત થયા. અગ્નિકાંડ, ઝુલતા પુલકાંડ, નાવકાંડ વગેરે... આ ઘટનાઓમાં અનેક પરિવારો નોધારા બન્યા છે.
ગુજરાતમાં મમતા કરતા ખૂબ નબળી નેતાગીરી છે. નિર્દોષોના સામુહિક મોતની ઘટનાઓમાં સરકારી અને શાસક પક્ષની ભૂમિકા પૂરેપૂરી શંકાસ્પદ રહી છે. લોકોનો રોષ હતો, પણ વાસ્તવિકતા એ છે કે, નબળી સરકારી નેતાગીરી પણ ઝૂકી નથી. રાક્ષસી અન્યાયો લોકો સહન કરી રહ્યા છે.
આક્રમક મમતાએ પણ પોતાના પક્ષના નેતા સામે પગલાં ભરવા મજબૂર થવું પડયું. ગુજરાતના રાક્ષસી કાંડોમાં પડદા પાછળ ભાજપીઓ હોવાની આશંકા છે, પરંતુ તપાસના આદેશ પણ નથી અપાયા. બે-પાંચ અધિકારીઓને પકડીને ફિંડલું વાળી દેવાયું.
તુલનાત્મક અભ્યાસનું તારણ એ છે કે, સમૃધ્ધ-વિકસિત રાજય હોય તેના કરતા જે રાજયમાં લોકો જાગૃત હોય તેની વેલ્યુ વધારે ગણાય. સમૃધ્ધ ગુજરાતીઓ અન્યાયો સહન કરતા રહ્યા. લોકોના ભરપૂર મતો મેળવીને નબળા નેતાઓને ખુરશી પર ગોઠવી દેવાયા. આ નેતાઓનો ગુન્હાખોરી કે ભ્રષ્ટાચાર પર કાબૂ નથી. નિર્દોષ લોકો કમોતે મરે છે. લોકો નબળા નેતાઓની ખુરશી હલબલાવી પણ શકતા નથી.
આવા નેતાઓ બહાદુરી-પરાક્રમોની મોટી-મોટી વાતો કરે છે અને લોકો સહન કર્યે રાખે છે. પ.બંગાળમાં ખુંખાર વાઘણ જેવી નેતા મમતાને પ્રચંડ લોક આક્રોશે બેન્ડવાળી દીધી. ગુજરાતમાં અને પヘમિ બંગાળના લોકોમાં તફાવત એટલો છે કે, મત આપ્યા બાદ ગુજરાતીઓ સળી પણ ભાંગી શકતા નથી. પ. બંગાળના લોકો સરકાર પાસેથી એક-એક મતનો હિસાબ માંગે છે. ગુજરાતમાં નિર્દોષ લોકો મરી જાય છે, પણ અવાજ ઉઠાવતા નથી. આ કારણે ફાલતુ નેતાઓ દશ વર્ષથી મોજ કરે છે. ગુજરાતીઓએ અન્યાય-કમોત-ગુન્હાખોરી-ભ્રષ્ટાચાર સામે તીવ્ર અવાજ ઉઠાવવો જરૂરી છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
