તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
વિધ્નહર્તાના મહોત્સવમાં વિધ્નો પારાવાર!
મિચ્છામી દુક્્કડમ્ કહેવા કરતા જાણી જોઇને થતા ગુન્હાથી દુર રહો તો વધારે પુણ્ય મળે...
* ૐ ગં ગણપતયૈ નમઃ*
સનાતન પરંપરાના પ્રથમ પૂજય દેવ ગજાનન મહારાજનો દિવ્યોત્સવ આવતી કાલથી પ્રારંભ થઇ રહ્યો છે. આ ઉત્સવમાં મેઘરાજા પણ ગણપતિ દાદાને વંદના કરવા પધારે તેવો માહોલ સાર્વત્રિક છે.
જો કે ગણેશોત્સવના આયોજકો અને ભકતોનો ઉત્સાહ આસમાને છે. મૂળ મહારાષ્ટ્રના આ ઉત્સવનો વ્યાપ ગુજરાતભરમાં વિકસી રહ્યો છે. રાજકોટમાં તો ઉત્સાહ ઓવરફલો થઇ રહ્યો છે.
ગણેશદાદા એટલે વિઘ્નહર્તા દેવ. શુભ કાર્યો નિર્વિધ્ને સંપન્ન થાય તે માટે ગણપતિદાદાને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. આ કારણે તે પ્રથમ પૂજય દેવ ગણાય છે. માહોલ એટલી હદે વીપરિત બની ગયો છે કે, વિઘ્નહર્તા દેવના મહોત્સવમાં જ વિધ્નોનું સામ્રાજય સ્થપાઇ ગયું છે.
રાજકોટમાં મોટાભાગના ગણેશોત્સવના આયોજનો ટ્રાફિકને નડતરરૂપ બને તે રીતે કરવામાં આવે છે. લગભગ દરેક આયોજકો ઘોંઘાટ કરવાને જ ભકિતનું શ્રેષ્ઠ સ્વરૂપ ગણીને ઘોંઘાટ સ્પર્ધા જ યોજતા હોય તેવો માહોલ બની જાય છે. એ ઉપરાંત ઘણાં ઉત્સવ સ્થળે ગંદકી- અરાજકતા ભીડનો માહોલ બને છે. ઘણાં ઓયોજકો તો ગણેશોત્સવના પડદા પાછળ ગુન્હાહિત મોજ કરવાના પણ માહેર બની ગયાની ચર્ચા હવે સામાન્ય બની ગઇ છે.
આ બધું જ ચાલતું રહે છે. અને વધતું જાય છે. સરકાર-તંત્ર ધાર્મિક લાગણી દુભાય તેવા ભયથી કંઇ કરતી નથી. હવે તો રાજકીય પક્ષો પણ ગણેશોત્સવના આયોજનો કરવા લાગ્યા છે. આદર્શ આયોજનોનો અભાવ દુઃખદ ગણાય.
ઘણાં તો એવો તર્ક પણ કરે છે કે, મોહરમ અને તાજિયા વખતે પણ માર્ગો પર દબાણો- ઘોંઘાટ થતા હોય છે, ત્યારે કોઇ બોલતું નથી અને ગણેશોત્સવ- નવરાત્રીમાં જ વિરોધ થાય છે. વાત સો ટકા સાચી છે. કાયદાનું પાલન વન-વે ન હોય. જો કે આ મામલે કોઇ કે તો પહેલ કરવી જ પડશે. ધર્મથી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થવું જોઇએ, ધર્મના નામે મુશ્કેલી વધે એ દિશા જ ખોટી હોવાની લાગણી પણ જોવા મળે છે.
ગણેશોત્સવના મંગળારંભની પૂર્વ સંધ્યાએ વિધ્નહર્તાદાદાને વંદન કરીને પ્રાર્થના કરીએ કે દરેકને સદ્બુધ્ધિ પ્રદાન કરો.
આવતી કાલે જૈન સમુદાયનો સવંત્સરી ઉત્સવ પણ ઉજવાશે. જૈનો- જૈનેતરો મિચ્છામી દુકકડમ કહીને માફી માગશે. જો કે અજાણતા ભૂલ થઇ હોય તો એ માફી લાયક ગણાય. જાણી જોઇને આપણે સતત વારંવાર ભૂલ, કરતા રહીએ અને માફી માગતા રહીએ, એ સ્થિતિ તો...









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
