<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

હર્ષભાઇ, સુરતની જેમ ગુજરાતમાં પણ...

ભાંગફોડિયા તત્‍વો સામે ગુજરાતભરમાં આક્રમક નિર્ણાયક કાર્યવાહી જરૂરી

  ગોવાના રાજયપાલ પિલ્લઇએ અનોખી ચર્ચા છેડી છે. તેઓએ દાવો કર્યો છે કે, ગોવામાં ખ્રિસ્‍તીઓની વસ્‍તી ઘટી છે. અને મુસ્‍લિમોની વધી છે. આ મુદે  રાજકીય વિવાદ સર્જાયો છે. દરેક બાબતને રાજકીય દ્રષ્‍ટિકોણથી જ જોવાની ટેવથી ભારતને અકલ્‍પનીય નુકસાન થયું છે. સમુદાયોની વસ્‍તીની વધઘટથી સાંસ્‍કૃતિક, આર્થિક તથા અન્‍ય ક્ષેત્રોમાં પણ અસર થતી હોય છે. પિલ્લઇના દાવાને દરેક દ્રષ્‍ટિકોણથી જોવા જોઇએ.

જો કે આ દ્રષ્‍ટિકોણથી તટસ્‍થ રહીને ગુજરાતના પણ અમુક વિસ્‍તારોનો અભ્‍યાસ થવો જરૂરી છે.  રાજયમાં મોટાપાયે સામુદાયિક વસ્‍તીના પરિવર્તનોનું અનુમાન ઘણાં અભ્‍યાસુઓ લગાવે છે. અફસોસ છે કે, આ દિશામાં ગુજરાત લગભગ નિષ્‍ક્રીય છે.

ગુજરાતમાં મોદી શાસનના પ્રારંભ બાદ કોૈમી રમખાણો ભુતકાળ બની ગયા હતા. આક્રમક રણનીતિની આ સફળતા હતી. મોદીજી દિલ્‍હી ગયા બાદ આક્રમકતા  અને રણનીતિ બંને ગાયબ થઇ ગયા છે. છેલ્લા દશેક વર્ષ ગુજરાત અતિ જોખમી રાજય હોવાનું અનુભવાય છે.

ભાંગ ફોડિયા- વિધર્મી તત્‍વો બેફામ બની રહ્યા છે. આ સામે ગુજરાત જરા પણ ગંભીર નથી. ભાંગફોડિયા તત્‍વોને પ્રોત્‍સાહન મળ્‍યું હોય તેમ ગૃહ પ્રધાનના આંગણે - સુરતમાં જ ગણેશોત્‍સવ પર હુમલો કરીને હર્ષભાઇને સીધો પડકાર ફેકયો હતો. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્‍થરમારા બાદ બહુમતી વર્ગનો આક્રોશ  ફાટ્‍યો હતો. જો કે હર્ષ સંઘવીએ ક્ષણવારમાં જ તંત્રને સક્રિય કરીને હુમલાખોરોને ઝડપી લીધા અને સરભરા કરી, તાકાતનો પરચો દેખાડયો હતો.

આક્રમકતા જ ઉકેલ છે અને કાર્યવાહી આવકાર્ય છે. તટસ્‍થ રહીને વાત કરી એ તો ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપ શાસન છે. ગુજરાતી નેતાઓ મોદી-શાહની ધાક દેશ- વિદેશમાં છે. ભાજપ પાસે ગુજરાતમાં ઐતિહાસિક બહુમતી છે. આ સ્‍થિતિમાં ગુજરાતના ગૃહમંત્રીના શહેરમાં જ ભડકો કરવાનો પ્રયાસ થાય એ બાબત જ ગુજરાત માટે ગંભીર ગણાય. એ બાબત સાબિત થાય છે કે, ભાંગફોડિયો તત્‍વો પર જરા પણ ધાક રહી નથી.

હર્ષભાઇ, જયાં તમે સાક્ષાત બિરાજમાન છો એ સુરતની દશા આવી હોય તો ગુજરાતના અન્‍ય શહેરો-ગામોની દશા કેવી હશે?  ઘણાં અભ્‍યાસુઓ અનુમાન કરે છે કે, ગુજરાતના  દરેક વિસ્‍તારોમાં રણનીતિ પૂર્વક ભાંગફોડિયા તત્‍વો વિસ્‍તરી રહ્યા છે. વર્તમાનમાં ગુજરાત સામે મોટો પડકાર છે, ભવિષ્‍યમાં એ પડકાર જોખમ બનીને અટ્ટહાસ્‍ય કરી શકે છે.

ગૃહપ્રધાને સુરતમાં જે કર્યુ તે ગુજરાતભરમાં કરી દેખાડવું એ તેમની ફરજ છે અને ગુજરાતના હિતમાં પણ છે. રાજકીય દ્રષ્‍ટિએ પણ ભાજપ માટે ફાયદાકારક છે. પરાક્રમ ન કરી શકો તો કંઇ નહી, પડદા પાછળ ભાજપીઓના મુજરાઓ બંધ કરાવો.

(10:35 AM IST)