<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th September 2024

૧૦૦ દિવસઃ વિચારધારા લુપ્ત...

મોદી સરકારની ત્રીજી ટર્મઃ આંતરિક બઘડાટીના કારણે અશકિતનો અહેસાસ

સુરતમાં ગણેશોત્‍સવ પર હુમલો થયો. નખત્રણામાં પણ ગણપતિદાદાની મૂર્તિમાં તોડફોડ થઇ. રાજકોટમાં પોલીસે ગણેશોત્‍સવના આયોજકોને સવાર સુધી જાગતા રહેવા આદેશ આપ્‍યો.... હિન્‍દુત્‍વના નામે ઐતિહાસિક બહુમતી ધરાવતા મોદી-શાહના ગુજરાતની આ દશા છે. વિધર્મી ભાંગફોડિયા તત્‍વોથી લોકો ફફડે છે. ગૃહપ્રધાન મોટી-મોટી વાતો કરે છે. રાષ્‍ટ્રીયસ્‍તર સંઘને કે ભાજપને ગુજરાતની અવદશાની શરમ પણ આવતી નથી.

આગામી તા. ૧૬-૧૭ ના બે દિવસ ભારતમાં મોદી શાસનનો ત્રીજી ટર્મના ૧૦૦ દિવસની ઉજવણી થનાર છે, સતત ત્રણ ટર્મ મોટી સિધ્‍ધિ ગણાય, પરંતુ સત્તા કે વિચારધારાનો પાવર વધવાને બદલે ઘટી રહ્યો છે. મોદી-શાહના ગુજરાતમાં પણ વિચારધારા જેવું કંઇ રહ્યું નથી.

આવું શા માટે થયું ? રાષ્‍ટ્રીયસ્‍તરે ભાજપી નેતાઓ અંદરો - અંદર બાખડી રહ્યા છે. સામુહિક શકિતના પાવરથી પક્ષ રાષ્‍ટ્રીયસ્‍તરે તાકાતવાર બન્‍યો છે. હવે પક્ષના નેતાઓ વ્‍યકિતગત પાવર દેખાડવાની લ્‍હાયમાં પક્ષની પથારી ફેરવી રહ્યા છે. પરોક્ષરૂપે આ બહુમતી મતદારોનો દ્રોહ છે. દેશમાં અને રાજયોમાં ભાજપની સરકારો ચાલી રહી છે, પરંતુ પાવરનો અભાવ સર્વત્ર નજરે પડે છે. મોટા નેતાઓની મગજમારીના કારણે નીચણ સ્‍તરે ફાલતુ નેતાઓ પણ પોતાના જૂથ બનાવીને અંદરો અંદર બાખડી રહ્યા છે.

આંતરિક બઘડાટીના કારણે લોકસભાની ચૂંટણીમાં ભાજપની દશા હાસ્‍યાસ્‍પદ બની ગઇ હતી. દેશ-દુનિયામાં ધાક જમાવનારા ભાજપી નેતાઓ ફાલતુ સાથી પક્ષો સમક્ષ પણ મુજરા કરી રહ્યા છે. આનાથી વિશેષ પતન શું હોય ? કમાલ છે કે, જનસમર્થન-રાજકીય તાકાત-આબરું  બધું જ ઘટી રહ્યું છે. ૧૦૦ દિવસનો અનુભવ થઇ ગયો છે. વિપક્ષ હાવી થવા લાગ્‍યો છે, છતાં આヘર્ય એ છે કે, ભાજપીઓ હજુ પણ અંદરો-અંદર બાખડે છે. બીજી તરફ ઘણી જ બાબતોમાં સંઘ અને ભાજપ પણ સામસામે આવી ગયા છે. સ્‍પષ્‍ટ કહીએ તો આ હિન્‍દુ સમાજનો દ્રોહ છે. માત્ર નેતાઓના થોબડા જોઇને જ મતદાન નથી થતું, વિચારધારાના કારણે પણ મત મળે છે.

સમીક્ષકો કહે છે કે, ભાજપમાં નેકસટુ માટેનો જંગ ચાલે છે. આ જંગ આત્‍મઘાતી પુરવાર થઇ રહ્યો છે. મતદારોનો વિશ્વાસ તૂટી જશે તો નેકસ-ટુ દૂરની વાત રહેશે, રાહુલ જેવા સત્તા પર ગોઠવાઇ જશે. મોદી શાસનની ત્રીજી ટર્મના સો દિવસ પીડાદાયક રહ્યા છે.

(11:09 AM IST)