<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

- તો સરકારે શું કરવાનું ?

ગણેશોત્‍સ્‍વમાં હુમલા ન થાય તે માટે લોકોને ઉજાગરા કરવા આદેશઃ નવરાત્રીમાં લવ જેહાદ રોકવા રાસોત્‍સવના આયોજકો જ ધંધે લાગ્‍યા...

 

તાજેતરમાં વિશ્વ હિન્‍દુ પરિષદના રાષ્‍ટ્રીય મહામંત્રી મિલિન્‍દ પરાંડે રાજકોટ આવ્‍યા હતા. તેઓએ જણાવ્‍યું હતું કે, રાજકોટના એક ખાનગી રાસોત્‍સવમાં લવ જેહાદ રોકવા ખેલૈયાઓના આધારકાર્ડ ફરજિયાત બનાવ્‍યા છે. ગુજરાતભરમાં આવો કડક નિયમ લાગુ થવો જોઇએ.

મિલિન્‍દભાઇની વાતમાં દમ છે. ગુજરાતમાં લવ જેહાદ પ્રવૃતિ રણનીતિ પ્રમાણે આગળ વધી રહી છ.ે વંદેમાતરમ્‌ સામે વિરોધ ઉઠાવીને આ રચનાને સાંપ્રદાયિક ગણાવનાર વિધર્મી તત્‍વો નવરાત્રીના આયોજનોમાં ઘુસી જાય છે. ઘણાં તો નામ બદલાવીને રાસોત્‍સવમાં હિન્‍દુ યુવતીઓને ફસાવે છે. આવી હિન પ્રવૃતિ સામે જાગૃતિ જરૂરી છે.

જો કે મુખ્‍ય સવાલ એ છે કે, જાહેર સલામતીની જવાબદારી લોકો પર જ નાખી દેવામાં આવે તો સરકારે શું કરવાનું ? રાજકોટમાં ગણેશોત્‍સવ દરમિયાન પોલીસ તંત્રએ શરમ મૂકીને ગણેશોત્‍સવના આયોજકોને પંડાલની સુરક્ષા માટે સવાર સુધી ઉજાગરા કરવા આદેશ આપી દેવાયો હતો.

ગણેશોત્‍સવમાં પંડાલની સુરક્ષા માટે તથા નવરાત્રીમાં લવ જેહાદ રોકવા માટે લોકોએ ધંધે લાગવાનું હોય તો ગુજરાતમાં સરકારનું કામ શું છે? માત્ર સેટિંગ કરવા માટે જ સરકાર રચી છે? સુરતમાં ગણેશોત્‍સવ પર હુમલો થયા બાદ શરમાવાને બદલે કડક  પગલા લીધાની પ્રસિધ્‍ધિ ખૂબ જ લીધી.  સુરત બાદ નખત્રાણા, ડીસા, વગેરે જગ્‍યાએ પણ અસામાજિકોએ કોમી તનાવ સર્જીને ગૃહપ્રધાનના કડક પગલાની હવા કાઢી નાખી.

રાજકોટ પોલીસે તો લોકો પર જ સુરક્ષાની જવાબદારી નાંખી દીધી. એમા ગૃહપ્રધાનની કડકાઇ કયાંય નજરે પડે છે? રાજકોટ પોલીસ વિધર્મી ભાંગફોડિયા તત્‍વોને ચેતવણી કેમ આપતી નથી? આમ કરતા કોઇ રોકે છે કે, પોલીસમાં લડવાની ત્રેવડ જ નથી?

ગજબ બાબત તો એ છે કે, સોૈરાષ્‍ટ્ર જોખમી બની ગયું છે, શાસન આ વિસ્‍તાર માટે સાવ નિષ્‍ક્રીય છે, છતા કોઇ ભાજપી નેતું અવાજ ઉઠાવતું નથી સાંસદો ધારાસભ્‍યો કોર્પોરેટર્રોને લોકોએ શા માટે મત આપ્‍યા છે? આ નેતાઓ દિલ્‍હી, ગાંધીનગર જઇને કંઇ બોલી શકતા નથી. હા-જી-હા કરીને ધોયેલા મુળાની જેમ પરત આવે છે. રાજકોટ કે સોૈરાષ્‍ટ્રની કોઇને ચિંતા નથી. દરેક નેતા - નેતી ખુદના જ સેટિંગમાં પડયા છે.

કોમી તનાવ  તો મોટો પ્રશ્ન છે. તાજેતરમાં મેયરે રાજકોટમાં કટેલા કામોના લેખા-જોખા આપ્‍યા હતા. જેમાં લોકોના પ્રશ્નો દરેક વોર્ડમાં જઇને સાંભળ્‍યા, તે કામને મોટી સિધ્‍ધિ ગણાવી હતી. સવાલ એ છે કે, જે પ્રશ્નો સાંભળ્‍યા, તેમાંથી ઉકેલ્‍યા કેટલા? રાજકોટની ગંદકી કે માર્ગોના ખાડા પણ દુર કરી શકયા નથી. આવા રૂટીન પણ કરી ન શકનારા લવ જેહાદ સામે લડી શકે? ગુજરાતના મતદારો નેતૃત્‍વ અંગે ગંભીરતાથી નહી વિચારે તો લવ જેહાદ જેવી રાક્ષસી ઘટનાઓના ભોગ બનવા તૈયાર રહેવું પડશે.

(10:44 AM IST)