<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

ઉદારતા લાચારી ન બનવી જોઇએ...

હિન્‍દુ સમાજ કટ્ટર નથી એ તેમની વિશેષતા છેઃ પરેશાનીનું કારણ પણ આ વિશેષ્‍તા છે!

  એક સર્વે થયો, તેનું તારણ રસપ્રદ છે. સેન્‍ટર ફોર પોલીસી રિસર્ચ અને સી-વોટર ફાઉન્‍ડેશને કરેલા સર્વે પ્રમાણે ભારતના ૭૮ ટકા લોકોને પાકિસ્‍તાન પર ભરોસો નથી. આ તારણ પર ટીવી ચર્ચા ખૂબ થઇ, પણ આヘર્યજનક બાબત છે કે, ભારતના બાવીસ ટકા લોકો હજુ પાકિસ્‍તાન પર ભરોસો કરે છે. આ બાબત અંગે કોઇ જ ચર્ચા થતી નથી.

આ બાવીસ ટકા ભારતીયો કોણ હોય તેનું અનુમાન સરળતાથી થઇ શકે છે. આમાંના અમુકને તો ભારતીય કહેવડાવું ગમતું નથી, એટલો પડોશી દેશ સાથે પ્રેમ છે. આવા લોકોને ટોળાને ભારત સાત દાયકાથી સહન કરતું આવ્‍યું છે.

ભારત એટલો બધો ઉદાર દેશ છે કે, ઠેકાણા વગરની વિચારધારા, દેશ વિરોધી વિચારધારાને પણ અહીં મહત્‍વ મળે છે. આવી બાતોને ઉદારતા કહેવાય કે મુરખામી તે ચિંતનનો વિષય છે.

બહુમતી વર્ગની સંસ્‍થા ગણાતી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ તાજેતરમાં કહયું હતું કે, વૈચારિક ઉદારતા હિન્‍દુ સમુદાયની ઓળખ છે. હિન્‍દુઓની બિનસાંપ્રદાયિકતાના કારણે ભારતમાં તમામ ધર્મોના વિસ્‍તરણનો માહોલ બન્‍યો છે.

ધાર્મિક કટ્ટર ન હોવું એ હિન્‍દુ સમાજની વિશેષતા છે, ભાગવતજીની વાત બીલકુલ સાચી છે. ઉદારતા હિન્‍દુ સમાજની લાક્ષણિકતા છે જ, પણ તેનાથી એક ડગલું વધારે સત્‍ય એ પણ છે કે, હિન્‍દુઓની ઉદારતાને લાચારી માની લેવામાં આવી છે.

ઉદારતા-બિન સાંપ્રદાયિકતા વગેરે સમજદારી છે. બ્રહ્માંડમાં  દરેક સંસ્‍કૃતિને વિસ્‍તરવાનો અવકાશ મળવો જોઇએ. સાચી બાબત એ પણ છે કે, એકાદ સદીથી હિન્‍દુ સમુદાયે લડાઇ કરી નથી. ઉદારતા, બિન સાંપ્રદાયિકતા, સત્‍ય, અહિંસા વગેરેના ચક્કરમાં આ સમુદાય શકિત-ખુમારી વગેરે મુદ્‌્‌ા ભૂલી ગયો છે. અહિંસા, ઉદારતા વગેરે હિન્‍દુ સમુદાયની લાચારી તરીકે ઉભરી ચૂકયા છે.

આ કારણે હિન્‍દુઓનો રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક ગેરલાભ લેવાઇ રહ્યો છે. એકાદ અબજની વસ્‍તી હોવા છતાં ખુદના દેશમાં હિન્‍દુઓ ફફડતા રહે છે. આપણે કોઇને ડરાવવા - ધમકાવવા નથી, પરંતુ ડરતા રહેવું અને ફફડતા રહેવું એ પણ શ્રેષ્‍ઠ જિંદગી ન ગણાય.

હિન્‍દુ સમાજે રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક જાગૃતિ કેળવવી પડશે. હિન્‍દુના નામે મત લઇને મુજરા કરનારાને પાઠ ભણાવવો એ પાપ નથી. કોઇથી ફફડતા રહેવાને બદલે તેમને ફંફાડો મારવો એ પાપ નથી. બહુમતી વસ્‍તીને જ વિશેષ અધિકાર મળવો જોઇએ, તેમ કહેવું એ પાપ નથી. સમાજ - રાષ્‍ટ્રના હિતમાં કોઇ સમુદાયનો આર્થિક બહિષ્‍કાર કરવો પડે તો એ પાપ નથી...

આવી બધી બાબતો સંઘે હિન્‍દુ સમુદાયને શીખવવી જોઇએ. નહિ તો સમુદાય વધારેમાં વધારે લાચાર બનતો રહેશે.

(10:30 AM IST)