<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

એક દેશ, એક ચૂંટણીઃ અનિવાર્ય કદમ

કોઇપણ સરકારો માટે ચૂંટણીલક્ષી જ કામ કરવું પડે છેઃ બધી જ ચૂંટણીઓ સાથે થવી જરૂરી...

આતિશીનો મુદ્‌્‌ો દેશભરના મીડિયામાં છવાયેલો હતો. આમ આદમી પાર્ટીએ ભરપૂર પ્રસિધ્‍ધિ લેવાની રણનીતિ બનાવી લીધી હતી. મોદી સરકારે અચાનક જ વન નેશન, વન ઇલેકશનને મંજૂરી આપીને રાજકીય હલચલ મચાવી દીધી છે.

પરંપરા પ્રમાણે વિવાદ પણ શરૂ થઇ ગયો. કોઇપણ પ્રયોગ થાય તે અંગે થોડી પણ સમજદારી દાખવવાની પરંપરા જ નથી. રાષ્‍ટ્રના સંચાલનમાં કોઇ પ્રયોગ કરવો એ પાપ છે?

વિચિત્ર બાબત એ છે કે, રાષ્‍ટ્રમાં એક મોટો વર્ગ એવો છે કે એ વર્તમાન ચૂંટણીઓ પર ભરોસો નથી કરતો. ચૂંટણીની પ્રથાથી કંટાળી ગયો છે. સરકાર માત્રને માત્ર આગામી ચૂંટણી જીતવા જ કામ કરતી હોવાના આક્ષેપો કરે છે.

આવા લોકો પણ ચૂંટણી પધ્‍ધતિમાં ફેરફારના પ્રયોગો થાય તો સ્‍વીકાર કરતા નથી. દરેક બાબતને રાષ્‍ટ્રહિતને બદલે રાજકીયહિતની દ્રષ્‍ટિએ જ જોવાની આપણને ટેવ પડી ગઇ છે. મોદી સરકાર કોઇ મોટો નિર્ણય કરે ત્‍યારે કંઇ જ વિચાર્યા વગર તેના સમર્થકો નિર્ણય આવકારવા મેદાનમાં આવી જાય છે. આ રીતે જ મોદી વિરોધીઓ મુદ્‌્‌ાને જાણ્‍યા કે સમજયા વગર વિરોધ માટે મેદાનમાં આવી જાય છે. છેલ્લા દશ વર્ષથી આ પરંપરા ચાલે છે.

વન નેશન-વન ઇલેકશનમાં પણ આવી જ દશા થઇ છે. વિરોધીઓ વિરોધમાં સમર્થકો સમર્થનમાં આવી ગયા છે. કોઇને મુદ્‌્‌ાની ગંભીરતાનો ખ્‍યાલ જ નથી.

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ચૂંટણી આ લોકશાહીને ધબકતી રાખે છે. જો કે ચૂંટણી પ્રથા ગંદી-ભ્રષ્‍ટ બની ગઇ છે. દેશમાં દરરોજ કોઇને કોઇ ચૂંટણી ચાલતી જ રહે છે. રાજકીય પક્ષો માટે ચૂંટણીમાં જીત અનિવાર્ય હોય છે. જીત ન મળે તો અસ્‍તિત્‍વનો સવાલ સર્જાય છે. આ માટે ચૂંટણી જીતવા સતત સક્રિય રહેવું પડે છે. આવી જ દશા સરકારોની છે. દેશમાં સતત કોઇને કોઇ ચૂંટણી થતી રહે છે. તેના કારણે સરકારોએ ચૂંટણી લક્ષી જ રહેવું પડે છે. સરકાર રાષ્‍ટ્રના હિતમાં આકરું પગલું ભરે તો ચૂંટણીમાં નુકસાન થઇ જાય છે. આ કારણે મહત્‍વના પગલાંને બ્રેક મારવી પડે છે.

આ તમામ કારણોથી વન નેશન - વન ઇલેકશન પ્રયોગ જરૂરી છે. બધી ચૂંટણીઓ એક સાથે જ યોજાય તો મગજમારી પાંચ વર્ષે એક જ વાર આવે. એક જ ચૂંટણી હોવાથી તેની પ્રક્રિયાને શુધ્‍ધ કરવા માટે પણ નક્કર પ્રયાસ કરી શકાય છે.

રાષ્‍ટ્રમાં પ્રયોગો થવા જ જોઇએ. કોઇ પ્રયોગ ફેઇલ જાય તો પણ કોઇ બહુ માટી બાબત નથી. કોઇપણ પ્રયોગની સારી - ખરાબ બાબતો હોય જ છે, પણ પ્રયોગોથી ડરવાનું ન હોય.

(11:00 AM IST)