<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

આસિફની સિક્‌સર કે ગલોલો...

પાકિસ્‍તાનના રક્ષા મંત્રીએ ફારૂક અબ્‍દુલ્લાને ઉઘાડા પાડયાઃ આસિફે સળી કરી કે ભાંગરો વાટ્‍યો?

   એક દેશ એક ચૂંટણી માટે રાજકીય સમર્થન મેળવવા ભાજપ ધંધે લાગ્‍યો છે. આ મુદ્‌ે યુપીએ  સંગઠનના પક્ષોએ પણ સમર્થન જાહેર કરીને આヘર્ય સર્જયુ છે.  શરદ પવારની રહસ્‍યમય ભૂમિકાથી કોંગ્રેસ સહિતના પક્ષો ગોટે ચઢયા છે.

કાશ્‍મીરમાં ચૂંટણી ચાલી રહી  છે. પ્રથમ તબકકામાં મતદાનનો આંક જોતા દેશના દુશ્‍મનના પેટમાં ઉકળતું તેલ રેડાય એ સ્‍વાભાવિક છે. કોઇ મોટી ઘટના વગર શાંતિથી મતદાન થયું એ જ સૌથી મોટી ઘટના બની ગઇ.

જમ્‍મુ-કાશ્‍મીરમાં ચૂંટણી પૂર્વે ત્રાસવાદી હુમલા કરાવીને અરાજક સ્‍થિતિ  સર્જીને ભયનો માહોલ બનાવવા પાકિસ્‍તાનને પ્રયાસ કર્યો હતો. પ્રથમ તબકકાના મતદાનમાં મતદારોની લાઇનો લાગીએ પાકિસ્‍તાન માટે અસહ્ય સ્‍થિતિ ગણાય.

ધારણા પ્રમાણે જ પાકિસ્‍તાન મેદાનમાં આવ્‍યું. પાક.ના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે નિવેદનરૂપી સળી કરી. તેમણે જણાવ્‍યું કે, જમ્‍મુ-કાશ્‍મીરમાં ફરીથી કલમ-૩૭૦ અને ૩૫ એ લાગુ કરવાના એજન્‍ડામાં કોંગ્રેસ-નેશનલ કોન્‍ફરન્‍સ અને પાકિસ્‍તાન સંયુકત એજન્‍ડા ધરાવે છે.

આ નિવેદનનો નેશનલ કોન્‍ફરસન્‍સમાં ફારૂક અબ્‍દુલ્લાએ જોરદાર વિરોધ કરીને કહ્યું કે અમારે પાકિસ્‍તાન સાથે કંઇ લેવા-દેવા નથી...

આસિફના નિવેદનથી ઘણી શકયતાઓ ઉઠે છે. પ્રથમ તો એ સંભવ છે  કે, આસિફથી ખાનગી વાત જાહેર થઇ ગઇ. છુપાવવાનું હતું એ આસિફે જાહેરમાં બાફી માર્યુ હોય તેમ પણ હોઇ શકે. ભુતકાળમાં ફારૂક અને તેનો પક્ષ સતત પાકિસ્‍તાન તરફી મુજરા કરી ચુકયા છે. બીજી બાબત એ પણ શકય છે કે, કલમ ૩૭૦ યાદ કરાવીને પાકિસ્‍તાને ભાજપ વિરૂધ્‍ધ માહોલ તૈયાર કર્યો. આવું હોય તો આસિફે સિકસર ફટકારી ગણાય. ત્રીજી બાબત એ પણ છે કે, પાકિસ્‍તાને સફળ ચૂંટણીથી ભાન-ભૂલીને ભારત વિરોધી નિવેદન કરવાની લ્‍હાયમાં ભાંગરોવાટી નાખ્‍યો ફારૂકને દુખાવો ઉપડી જાય તેવું નિવેદન થઇ ગયું હોય. આવુ થયું હોય તો આસિફે સિકસર ફટકારવા જતા ગલોલો ચઢી ગયો ગણાય.

ગમે તે હોય, પરંતુ એ બાબત નિヘત  છે કે, પાકિસ્‍તાને ભારતની આંતરિક બાબતમાં સળી  કરી છે. પાકિસ્‍તાન પાસે ખાવા ખીચડી રહી નથી.  અને દુનિયા ભીખ પણ આપતી નથી. આવી અવદશામાં પણ આસિફ નામનું વાંદરું ગુલાંટ  ભૂલ્‍યું નથી.

ભારતે નિવેદનથી નહિ, ઓપરેશનથી જવાબ આપવો જોઇએ.

(11:21 AM IST)