<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

યુપીને ગુજરાત પણ અનુસરે

હિન્‍દુના નામે અન્‍યની હોટલ... લોકો ‘મામા' બની રહ્યા છેઃ ભૂપેન્‍દ્રભાઇ, યોગીજી જેવું કંઇક તો કરો...

 ભારતની રાજનીતિમાં પ્રસાદનો મુદ્‌્‌ો ગરમાગરમ બન્‍યો છે. ઘીમાં ભેળસેળ સામે આક્રોશ ફેલાયેલો છે. ગુજરાતમાં સૌથી અઘરું કામ શુધ્‍ધ ખોરાક શોધવો એ છે. રાજયમાં સર્વત્ર ભેળસેળ ફેલાયેલી છે. દરરોજ ઢગલાબંધ અખાદ્ય ખોરાક ઝડપાય છે. ન પકડાતો ઝેરી ખોરાક લોકોની હોજરીમાં જાય છે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ભયાવહ સ્‍થિતિ છતાં તેને રોકવા પટેલ સરકારની કોઇ રણનીતિ નથી.

ગુજરાતમાં હિન્‍દુત્‍વના નામે મત લઇને ગોઠવાઇ ગયેલાં ભાજપી નેતાઓનો રાજયમાં કોઇ પ્રભાવ રહ્યો નથી. હિન્‍દુ સમાજ ગુજરાતમાં ખુલ્લેઆમ મૂરખ બની રહ્યો છે, છેતરાઇ રહ્યો છે, પીટાઇ રહ્યો છે, વટલાઇ રહ્યો છે, પણ ભાજપીઓ કંઇ ઉકાળી શકતા નથી.

હિન્‍દુ દેવી-દેવતાઓના નામે અન્‍ય ધર્મીઓ હોટલ ધમધમાવે છે. હિન્‍દુ સમાજ મૂરખ બને છે. આ સામે સરકાર કે ભાજપ એક હરફ પણ ઉચ્‍ચારતો નથી. અમુકને તો આશંકા છે કે, નાલાયક તત્‍વોના પાર્ટનર તરીકે ઘણાં ભાજપીઓ ગોઠવાઇ ગયા છે. હિન્‍દુના નામે મત લઇને હિન્‍દુઓને જ જેહાદીઓનો ભોગ બનાવે છે.

ગુજરાતમાં નબળા ભાજપીઓના કારણે વિધર્મી નાલાયકો ફાટીને ધુમાડે ગયા છે. દરેક ક્ષેત્રોમાં આવા તત્‍વોની દાદાગીરી વધતી જાય છે. આવી દશા ઉત્તર પ્રદેશમાં પણ શરૂ થઇ હતી. હિન્‍દુના નામ રાખીને વિધર્મીઓ હોટલ્‍સ ધમધમાવતા હતાં.

આવા તત્‍વો સામે યોગી આદિત્‍યનાથજીનો આક્રોશ ફાટયો અને હોટલ્‍સ માટે તથા ખોરાકી ભેળસેળ માટે આક્રમક નિયમો જાહેર કર્યા છે. હોટલ બહાર તેના માલિક-સંચાલક-મેનેજરના નામ લખવાના તથા વેજ-નોનવેજ સ્‍પષ્‍ટ શબ્‍દોમાં લખવાના નિયમો જાહેર કર્યા. આ ઉપરાંત કુક તથા અન્‍ય કર્મચારીઓ માટે પણ વિધિવત નિયમો આપ્‍યા.

યોગીજીના આદેશથી નાલાયક તત્‍વો રીતસર ધ્રુજી ગયા છે. યોગીજી પોતાના મતદારોનું ઋણ ચૂકવવા સદા તત્‍પર રહે છે અને કોઇની સાડીબાર રાખ્‍યા વગર આક્રમક નિર્ણયો કરે છે. આ સામે સવાલ એ થાય કે, ગુજરાતના મતદારો માટે ગુજરાત ભાજપે શું કર્યુ ? ગુજરાતમાં હિન્‍દુ સમાજ જ તરફડે છે, ફફડે છે, ભોગ બને છે, મૂરખ બને છે, વટલાઇ જાય છે... ભાજપી સરકારની કોઇ જ જવાબદારી નહિ ?

રાજયમાં અસંખ્‍ય હોટલ પર રીતસર છેતરપીંડી થાય છે. હિન્‍દુ દેવી-દેવતાના નામે ચાલતી હોટલો અન્‍ય ધર્મીઓ ધમધમાવે છે. આ હોટલમાં ફુડની શુધ્‍ધતાની પણ કોઇ ગેરન્‍ટી નથી. રાજયના ગૃહપ્રધાન - મુખ્‍ય પ્રધાન - પોલીસ તંત્ર, ભાજપ, સંઘ, વિહિંપ, તથા હિન્‍દુત્‍વના નામે જીવનારા અન્‍ય સંગઠનો બધાં ચૂપ છે. કારણ ગમે તે હોય, પણ મારણ હિન્‍દુ સમાજનું થાય છે.

ગુજરાતમાં યુપી જેવા નિયમો ઘડવાની ત્રેવડ છે, લોકોએ ઐતિહાસિક બહુમતી આપી છે, પરંતુ શાસકોની વૃત્તિ શંકાસ્‍પદ છે. કદાચ ભાજપીઓ સામૂહિકરૂપે વટલાઇ ગયા હશે. તેવી લોકોમાં થતી ઘુસપુસ અસ્‍થાને નથી.

(11:41 AM IST)