<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

હિન્‍દુત્‍વઃ નિવેદનો નહિ, કામ કરી દેખાડો

હિન્‍દુત્‍વના નામે મત, પદ મેળવ્‍યા બાદ મતદારોને જ દોષિત ગણાવવાની ફેશન

 ગુજરાતમા સૌથી અઘરું રાજકારણ અમરેલીનું લાગે છે.  કોણ કયા જૂથમાં પક્ષમાં છે તેનો ખ્‍યાલ જ ન આવે. ચૂંટણી આવે ત્‍યારે નેતા બનવા હોડ લાગે. હાલ અમરેલી ગોૈરવ લે છે કે, રાજકોટમાં પણ અમારા સાંસદ છે. અમરેલીના ભાજપી નેતાઓ ધરખમ ગણાય છે. પરંતુ કામ કરવામાં? ગઇકાલે સમાચાર આવ્‍યા કે, એક હિન્‍દુ યુવતીને ચાર વિધર્મીઓ અપહરણ કરીને વારંવાર છેડતી કરતા હોવાની ફરિયાદ યુવતીના પરિવારે કરી છે. આ ઘટના અમરેલીની છે, ધરખમ નેતાઓના ઢગલા ધરાવતા શહેરમાં એક પણ નેતા-નેતી કંઇ બોલ્‍યા નહિ. ભાજપ-હિન્‍દુત્‍વના નામે બે-બે સાંસદો છે, પણ કંઇ કામના ખરા? ધાક પણ જમાવી ન શકનાર નેતાગીરી પર ભરોસો કરાય?

આ માત્ર અમરેલીનો જ પ્રશ્ન નથી. ગુજરાતભરમાં સામાન્‍ય હિન્‍દુ પરિવારો ફફડે છે. ભાજપીઓને કે સંઘને કંઇ પડી નથી. યાદ કરાવી દેવું જરૂરી છે કે, ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. સામાન્‍ય હિન્‍દુઓના મતથી આ લોકો ઐતિહાસિક બહુમતી ધરાવે છે. સામાન્‍ય હિન્‍દુ  પરિવારોને સલામતી પણ આપી શકયા નથી. આવા નેતાઓ પર ભરોસો કઇ રીતે થાય ?

ચૂંટણીમાં હિન્‍દુ મતો થોડા આડા ફાટે તો માત્ર હિન્‍દુ મતદારોને જ દોષિત ગણવાની ફેશન થઇ ગઇ છે. સોશિયલ મીડિયા તો હિન્‍દુ મતદારોને પાપી ગણવા માંડે છે.

તાજેતરમાં મોરબી આવેલા બાબા બાગેશ્વર - ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીએ પણ કહ્યું છે કે, ‘કુંભકર્ણ  બાદ કોઇ સૂતું હોય તો તે હિન્‍દુ છે.' બાબાની વાત કદાચ સાચી હશે, પણ ગુજરાતમાં હિન્‍દુઓએ જાગતા રહીને ત્રણ દાયકા સરકાર આપી, આ નેતાઓ સલામતી પણ આપી શકયા નથી, તે અંગે બાબાઓ તથા સોશિયલ મીડિયાના હિન્‍દુવાદી ખેલાડીઓ કંઇ બોલતા નથી. રાજકારણીની જેમ જ હિન્‍દુઓના દાન અને ભકિતભાવથી ગુજરાતમાં મંદિરો અને મહાત્‍માઓ અબજોપતિ બન્‍યા, પણ સામાન્‍ય હિન્‍દુ માટે એક પણ ભગવું મેદાનમાં આવતું નથી આ અંગે બાબાઓ અને હિન્‍દુવાદીઓ શા માટે મોૈન છે?

ગુજરાતમાં આઘાતજનક બાબત એ છે કે, હિન્‍દુત્‍વના નામે સત્તામાં ગોઠવાઇ ગયેલા ઘણા નેતાઓ વિધર્મીઓને ખુશ રાખવા ખાનગીમાં મુજરા કરે છે. આવી નેતાગીરી પર કેટલો વિશ્વાસ કરવો?

હકીકત એ છે કે, હિન્‍દુ નેતાઓ હિન્‍દુઓના સમર્થન વગર નમાલા થઇ જશે અને હિન્‍દુ પરિવારો મજબૂત નેતાગીરી વગર લાચાર બની જશે. બંને એક-બીજા વગર નબળા પડશે. આવી જ સ્‍થિતિ ધર્મક્ષેત્રની છે, હિન્‍દુ સમાજ અને હિન્‍દુ રાજનીતિ  તથા હિન્‍દુ સમાજ અને હિન્‍દુ ધર્મ બધાઓએ અરસ-પરસ વિશ્વાસ સ્‍થાપિત કરવો પડશે.

હિન્‍દુઓના નામે રાજનીતિ કે ધર્મના પદ તેમને જ મળવા જોઇએ, જેમનામાં આ દૃષ્‍ટિકોણથી  કામ કરવાની ત્રેવડ અને નિષ્‍ઠા હોય. ફાલતુ નેતાઓને ફગાવી દેતા શીખવું પડશે. નિવેદનિયા નેતાઓની કે મહાત્‍માઓની હિન્‍દુઓને જરૂર નથી. બાગેશ્વરબાબા તો ચમત્‍કારો કરે છે, ભાજપીઓ ખરેખર ભગવા રંગે રંગાય તેવા ચમત્‍કારની જરૂર છે.

(1:10 PM IST)