News of Friday, 4th October 2024
કોઇના પ્રમાણપત્રની જરૂરત નથી..
અમેરિકા દોઢું થયું: ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા સામે સવાલોઃ રાહુલના શબ્દો જ રિપોર્ટમાં...
અમેરિકામાં ભુખમરો શરૂ થયો છે મગજ પર કાબૂ ગુમાવી દીધેલા અમેરિકાનો વારંવાર અકારણ ગોળીબાર કરીને હત્યાકાંડો સર્જે છે. એક સમયનું જગત જમાદાર ગણાતુ અમેરિકા હાલ વિશ્વ પર પ્રભાવ જાળવી રાખવા ફાંફા મારે છે.
દુખની ચિંતા કરવાના બદલે દોઢા થઇને અન્ય દેશોને મનઘડંત પ્રમાણપત્રો આપી રહ્યું છે. તાજેતરમાં અમેરિકાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ઘટી રહ્યાના અહેવાલ રજૂ કર્યો છે.
આવા રિપોર્ટથી એક સમયે ભારત ધ્રુજી જતું હતું. હવે ભારત વટથી કહી શકે છે કે, અમને કોઇના પ્રમાણપત્રોની જરૂર નથી. માનવ અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, ગરીબી-બેકારી, સુખાકારી વગેરે બાબતે અમેરિકા વિશ્વને પ્રમાણપત્રો આપતું ફરે છે.
જો કે આ પ્રવૃતિમાં અમેરિકાની વૃત્તિ શંકાસ્પદ નજરે પડી રહી છે. કોઇપણ દેશના સત્તાધીશોને પાડી દેવા કે અપ કરવા ઢંગધડા વગરના પ્રમાણપત્રો એનાયત કરી દેવામાં આવે છે.
બે દિવસ પુર્વે અમેરિકાએ ભારતને ધાર્મિક સ્વતંત્રતા માટે જોખમી દેશ હોવાનું પ્રમાણ પત્ર આપ્યું. આ વિષયમાં થોડા ઊંડા ઉતરો તો આヘર્યજનક મુદ્દો નજરે પડશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેરિકાની યાત્રા કરી હતી. આ યાત્રામાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ખતમ થઇ રહી હોવાના નિવેદનનો કર્યા હતા. આ નિવેદનોથી દેશમાં મોટો વિવાદ જાગ્યો હતો. શીખ સમુદાય પાઘડી પણ પહેરી શકતો નથી, તેવા નિવેદનો રાહુલે આપ્યા હતા. પંજાબમાં આ નિવેદનોનો તીવ્ર વિરોધ થયો હતો.
રાહુલની યાત્રાના એકાદ મહિના બાદ અમેરિકા સરકારના કમિશને પ્રમાણપત્ર આપીને કહ્યું કે, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ઘટી રહી છે... આ રિપોર્ટના અને રાહુલના શબ્દો સમાન છે, એ શું સૂચવે છે? એક સમયે અમેરિકાના આવા ગતકડાં ચાલતા હતા, હવે ભારત અન્યના પ્રમાણપત્ર પર નિર્ભર નથી.
સ્પષ્ટ સમજાય છે કે, કોંગ્રેસ અને અમેરિકાની અમુક તાકાતો વચ્ચે મોદી સરકારને નીચી દેખાડવાના કરારો થયા હશે. સ્થિતિ ખરાબ હોય તો મોદીજીનો વિરોધ થવો જ જોઇએ, પરંતુ એ ભારતનો આંતરિક મામલો છે. અમેરિકાની સળી માન્ય નથી જ.
સાચી વાત તો એ છે કે, ભારત સૌથી શ્રેષ્ઠ બિનસાંપ્રદાયિક દેશ છે. લઘુમતીઓ અહી છે તેટલા સ્વતંત્ર વિશ્વમાં કયાય નથી. તેમની માત્ર ૨૦ ટકા વસ્તી હોવા છતા ૮૦ ટકા વસ્તી ધરાવતા સમુદાયે લવ જેહાદથી ડરવું પડે છે. ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમી છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
