<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

પ્રયોગ ઇઝરાઇલનો, દુઃખાવો ભારતમાં

નરસલ્લાહનો ખાત્મોઃ ઉમર તથા મેહબુબાઓને દુખાવા ઉપડી ગયાઃ આ ટોળકીએ લેબનાન જઇને ઇઝરાઇલનો વિરોધ કરવો જોઇએ....

'અમને મારવાનું જે કોઇ વિચારે તેનો ત્યારે જ ખાત્મો કરી દેવાની અમારી નીતિ છે.' આ શબ્દો ઇઝરાઇલી વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યા હુના છે. ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લા ચીફ નસરાલ્લાહના ફૂરચા ઉડયા બાદ આ નિવેદન આપ્યું હતું.

ટચૂકડું ઇઝરાઇલ, પૃથ્વીના ગોળા પરની ભલભલી તાકાતોને ધ્રુજાવી રહ્યું છે. તેની સામે કોઇ આંખ કાઢે તો એ આંખ ફોડી નાખે છે. રાક્ષસી તાકાતોના ફુરચા ઉડાવી દેવામાં ઇઝરાઇલ અગ્રસ્થાને છે. નિર્દયી બનીને નિર્ણાયક ઓપરેશન્સ વારંવાર કરતું રહે છે.

ઇઝરાઇલ-લેબનાન વચ્ચે જીવલેણ તનાવ ચાલી રહ્યો છે. ખૂંખાર ઇઝરાઇલે નસરાલ્લાહના ફુરચા ઉડાવીને પરાક્રમ કરી દેખાડયું છે. આ યુધ્ધ સાથે ભારતને કંઇ લેવા દેવા નથી, છતાં પરાક્રમના પ્રયોગ ઇઝરાઇલ કરે છે અને ઘણાં ભારતીયોને પેટમાં ચૂક ઉપડે છે.

નસરાલ્લાહના ફૂરચા ઉડયા બાદ ઉમર અબ્દુલા તથા મહેબુબા મુફતીથી માંડીને ઘણાં જ નેતાઓને પેટમાં દુખાવા ઉપડયા છે. કાશ્મીરમાં ઘણાંએ ઇઝરાઇલ વિરુધ્ધ પ્રદર્શનો કર્યા છે. મેહબુબાએ તો નસરાલ્લાહને શહીદ ગણાવીને ઇઝરાઇલને ઝાટકયું છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પણ મરશિયા ગાતા કહ્યું કે, અમે શોકમાં છીએ, ઇઝરાઇલની કાર્યવાહીનો વિરોધ કરીએ છીએ.

કાશ્મીર ઉપરાંત રાષ્ટ્રીયસ્તરે પણ ઘણાં નેતાઓએ ઇઝરાઇલ વિરુધ્ધ બળાપા કાઢયા છે. ભારતમાં રાષ્ટ્રીય લાઇનથી અલગ પ્રવાહ સર્જવો એ આશ્ચર્યજનક નથી. આઝાદીકાળથી આવા પ્રવાહો ચાલી રહ્યા છે. લેબનાનમાં હિંસા થઇ તેનો વિરોધ કરતા ઉંમરે કહ્યું હતું કે, નિર્દોષ માણસો મરી રહ્યા છે.

કાશ્મીરમાં ત્રાસવાદીઓ નિર્દોષ લોકોને મારે તો મેહબુબા કે ઉંમરને પેટમાં દુખાવા ઉપડતા નથી. આ વિચિત્ર સ્થિતિ નથી ? ભારતમાં કંઇક બને તો મેહબુબા-ઉંમર અબ્દુલ્લાને કંઇ પડી નથી.  લેબનાનમાં એક ત્રાસવાદીની કતલ થાય તેમાં મરશિયા ગાવાના શરૂ કરી દે છે. વર્તમાન વૈશ્વિક સમીકરણોમાં ઇઝરાઇલ-ભારત મિત્ર રાષ્ટ્રો છે. ભારતમાં જ ઇઝરાઇલ વિરોધી અવાજ ઉઠી રહયો છે. અમુક ટોળા એવા છે કે જે રાષ્ટ્રહિતથી પોતાના ધર્મનું હિત ઉપર માને છે.

વારંવાર આવા ટોળા ભારતથી વીપરિત પ્રવાહ ભારતમાં જ સર્જી છે. અબ્દુલા, મેહબુબા ઇઝરાઇલ વિરુધ્ધ બેફામ નિવેદનો આપે છે. ઇઝરાઇલ રાષ્ટ્રહિતમાં કોઇની સાડીબાર રાખતું નથી. ફૂરચા ઉડાવી દે છે. ઉંમર અબ્દુલ્લા અને મેહબબુબાઓને લેબનાન નિકાસ કરીને ઇઝરાઇલનો વિરોધ કરવા કહેવું જોઇએ.

ઇઝરાઇલને આવી જીવાતો નડતી નથી, એકાદ મિસાઇલ તેની ઉપર છોડીને ભારતનો દુખાવો દૂર કરી દેશે. ભારત શા માટે સહન કરે છે...?

(11:53 AM IST)