<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

રાજકીય પહેલવાનીની હવા નીકળી...!

રિયલ મુદ્દાને બદલે રાહુલે ખેડૂતો, પહેલવાનો, દલિતોના મુદ્દા ચગાવ્‍યાઃ લોકોએ ફગાવ્‍યાઃ અગ્નિવીર મુદ્દા પણ ભસ્‍મિભૂત

 હરિયાણામાં અનુમાનોથી વીપરિત પરિણામો આવ્‍યા. ભાજપનો ભગવો ત્રીજીવદાર ગૌરવભેર લહેરાયો. નબળો ગણાતો ભાજપ સબળો બનીને ઉભર્યો. મોદિત્‍વ ફરીથી પ્રસ્‍થાપિત થયું. લોકસભાની ચૂંટણી બાદ ખોવાઇ ગયેલો આત્‍મવિશ્વાસ ભાજપને ફરીથી મળી રહ્યો છે. કોંગ્રેસે તો હરિયાણામાં સરકાર રચવા સજ્જ બની ગઇ હતી. વિજયોત્‍સવથી શપથવિધીની તૈયારી કરી લીધી હતી. પક્ષ આત્‍મ વિશ્વાસથી ભરપૂર હતો, પણ પરિણામો આવતા જ પક્ષ આઘાતમાં સરી પડયો.

જમ્‍મુ-કાશ્‍મીરમાં નેશનલ કોન્‍ફરન્‍સ સાથે કોંગ્રેસનો દેખાવ સારો રહેતા રાહુલ ગાંધી માટે થોડું આશ્વાસન રહ્યું છે. હરિયાણાની ચૂંટણી ખૂબ મહત્‍વની હતી. ત્‍યાં કોંગ્રેસને પૂર્ણપણે તક હતી. અહીં રિયલ મુદ્‌્‌ાનો પાર ન હતો. ભાજપ સામે સત્તા વિરોધી મતની આશંકા હતી. કોંગ્રેસે રિયલ મુદ્‌્‌ાને બદલે વિચિત્ર મુદ્‌્‌ાઓ પર કામ કર્યુ હતું. લોકોની સમસ્‍યા પર ફોકસ કરવાને બદલે કોંગ્રેસે ખેડૂતોના મુદ્‌્‌ે ટોળા સર્જયા. ખેડૂતોના અવાસ્‍તવિક મુદ્‌્‌ાઓ દેશ પર ઠોકયે રાખ્‍યા.

આ ઉપરાંત આઠ-દશ પહેલવાનોના નામે કોંગ્રેસે પડદા પાછળ દેકારો કરાવ્‍યે રાખ્‍યા. પહેલવાનોને અન્‍યાયના નામે લાંબો સમય મીડિયામાં પ્રસિધ્‍ધિ લીધી. આ સાથે રાહુલ ગાંધી ખુદ સતત બંધારણ સાથે ચેડાના નામે દલિત મતોને ટાર્ગેટ કરતા રહ્યા. રિયલ મુદ્‌્‌ાનો અભાવ જ રહ્યો. લોકસભાની ચૂંટણી પૂર્વેથી રાહુલ ગાંધી અગ્નિવીર મુદ્‌્‌ે દેકારો કર્યા રાખે છે.

આત્‍મવિશ્વાસ ઓવર હતો. રાહુલે હરિયાણા કોંગ્રેસના પાયાના પથ્‍થર સમાન શૈલજા જેવા નેતાને અવગણ્‍યા હતાં. બીજી બાજુ ભાજપે સાયલન્‍ટ રહીને વર્ક કર્યે રાખ્‍યું હતું.

હરિયાણાની ચૂંટણીમાં યોગેન્‍દ્ર યાદવ નામનું પાત્ર પણ મહત્‍વનું રહ્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્વેથી રાહુલ ગાંધીનું બદલાયેલું સ્‍વરૂપ દેખાઇ રહ્યું છે તે યોગેન્‍દ્ર યાદવને આભારી છે. ભારત જોડો યાત્રાથી માંડીને ખેડૂતો, પહેલવાનો, અગ્નિવીરો વગેરે મુદ્‌્‌ા યોગેન્‍દ્ર યાદવની દેન છે. તેઓ પડદા પાછળના મોટા ખેલાડી છે. કેજરીવાલથી માંડીને રાહુલ ગાંધી સુધીના નેતાઓમાં તેઓ સફળ વ્‍યૂહ ઘડી ચુકયા છે.

યોગેન્‍દ્રજી મૂળ હરિયાણાના છે. પડદા પાછળ તેમણે આખી રણનીતિ ઘડી હતી. કોંગ્રેસને પંચાવનથી વધારે બેઠકો મળે તેવી આગાહી કરી હતી. હરિયાણામાં જ યોગેન્‍દ્રને પ્રચંડ ફટકો પડયો છે. તેઓ વર્તમાન સમયમાં રાહુલ ગાંધીના આધાર સમાન છે. રાહુલ તેમને આંખ બંધ કરીને અનુસરી રહ્યા છે. રાહુલ માટે વિશ્વાસનું ધર્મ સંકટ બનશે, કોંગ્રેસમાંથી જ સવાલો  ઉઠયા છે કે, યોગેન્‍દ્ર યાદવનું મહત્‍વ આટલું બધું શા માટે ?

હરિયાણાના પરિણામોનો કોંગ્રેસે અસ્‍વીકાર કર્યો છે. ચૂંટણી પરિણામોને અસ્‍વીકાર કરવાનો કોઇ પાવર બંધારણે પક્ષોને આપ્‍યો નથી. છતાં પણ....

(11:30 AM IST)