News of Wednesday, 16th October 2024
શરદ પૂનમની રાતલડીને...
પ્રેમ - આરોગ્ય અને અધ્યાત્મનો ત્રિવેણી સંગમઃ સોળે કળાએ ચંદ્રમાં ખીલશે....
શરદ પૂનમની રાતલડીને ચાંદો ચઢયો આકાશ... આજે ચાંદની સોળે કળાએ ખીલશે... ચંદ્ર પ્રકાશમાં પ્રકૃતિ આહલાદક બનીને મલકશે. આજની રાત્રી અસામાન્ય છે. તેનો લાભ લેવો જોઇએ.
સનાતન પરંપરા અદ્ભુત આહ્લાદક અને અદ્વિતિય છે. સંસ્કૃતિના પર્વો - પરંપરાઓ પાછળ વિજ્ઞાન છુપાયેલુ હોય છે. અફસોસ છે કે, આપણે પヘમિી ઝાકમઝોળથી અંજાઇને આપણી પરંપરાની આહ્લાદકતાને ચુકી રહ્યા છીએ. દેશમાં ધાર્મિક લોકોના ટોળે - ટોળા ઉભરાય છે. ઘણા મગજ વગરના તો ધર્મ માટે બલીદાન આપવાનો જોશ ધરાવે છે. વાસ્તવમાં સનાતન ધર્મ ઉત્તમ જીવન આપતી પરંપરા છે. ગુજરી જવાને બદલે સનાતનનું સાચુ સ્વરૂપ જાણીને જીવી જવાની મજા હોય છે.
શરદ પૂર્ણિમાંએ પ્રકૃતિ અદ્ભુત માહોલનું સર્જન કરે છે. આ માહોલ વ્યકિતના જીવન ધ્યેયને પાર પાડવામાં સહાયકની ભૂમિકા ભજવે છે. મોટાભાગે આપણે શરદ પૂનમને સામાન્ય ગણીને પસાર કરી દઇએ છીએ વાસ્તવમાં આ માહોલ દેવી હોય છે.
શરદ પૂર્ણિમા પ્રેમનો દિન છે લક્ષ્મીજી અને ક્રિષ્ન એટલે વિષ્ણુજી વચ્ચે આ રાત્રીએ મહારાસ યોજાયો હતો. સોળે કળાએ ખીલેલી ચાંદનીથી એવી ઉર્જા વહે છે, જે પ્રેમીઓને પ્રેમની દિવ્યતાની અનુભૂતિ કરાવી શકે છે. વેલેન્ટાઇન-ડેમાં ફસાઇ ગયેલા સનાતનીઓ ખુદની અલોૈકિક પરંપરા ચુકી રહ્યા છે. ઘણા સ્થાને શરદ પૂનમે રાસોત્સવ યોજાય છે, પરંતુ એ દૃષ્ટિકોણનો અભાવ જોવા મળે છે.
શરદ પૂર્ણિમાએ ચાંદનીમાં રખાયેલી ખીર મોડી રાત્રીએ આરોગવાની પરંપરા છે ઘણા પરંપરાના નામે બપોરે ખીર ખાય છે. ચાંદનીની ચમકમાં રખાયેલી ખીરમાં દિવ્ય - અલોૈકિક અને આરોગ્યપ્રદ વાઇબ્રેશન્સ ભળે છે. આરોગ્ય વિજ્ઞાન પ્રમાણે ભાદરવો - આસો મહિનામાં શરીરમાં પીતનું પ્રમાણ વધી ગયું છે પીતને બેલેન્સ કરવા માટે ચાંદનીમાં ચંદ્ર મંત્ર સાથે અભિમંત્રિત થયેલી ખીર ઉત્તમ ગણાય છે. મંત્રની ધ્વનિ પણ વિશેષ તરંગો પેદા કરી શકે છે.
શરદ પૂર્ણિમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ પ્રાકૃતિ માહોલ સર્જે છે. યોગાભ્યાસનો પ્રારંભ કરવા માટે વસંત ઋતુ શ્રેષ્ઠ ગણાય છે, પણ મંત્ર સાધના , ધ્યાન, ચંદ્ર ત્રાટક વગેરે માટે શરદ પૂર્ણિમાની રાત્રી આહલાદક બને છે. ચંદ્ર ત્રાટકથી તન - મન ભાવનાત્મકતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત બને છે. બાળકોથી માંડીને વડીલો ક્ષમતા પ્રમાણે આ પ્રયોગ કરી શકે છે.
જો કે જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી વગેરે ઉજવવા મેઘરાજા પણ પધાર્યા હતા. હજુ જવાનુ નામ લેતા નથી. શરદ પૂનમની ચાંદનીમાં મેઘરાજાનો મૂડ મહત્વનો બનશે.
પૂનમની તિથિ અંગે પણ મત - મતાંતરો છે ઘણા આજે ઉજવે છે, ઘણા કાલે ઉજવશે. જયારે ઉજવો ત્યારે, પણ શ્રધ્ધા, ભાવ અને સમજ મહત્વના છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
