<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

વિજ્ઞાનના અંધશ્રધ્‍ધાળું પણ નડતર...

ભગવાન તથા તેમની કથાને અંધશ્રધ્‍ધા ગણાવનાર જાથા એલીયન્‍સના ગતકડાં સામે મોૈનઃવિજ્ઞાનના નામે ચાલતા ધતીંગોનો પર્દાફાસ સનાતનીઓ કરે

 દિપાવલી મહોત્‍સવનો ઝગમગાટ ફેલાયો છે સમૃધ્‍ધિની દેવી લક્ષ્મીજીના વિશેષ પૂજનનું આ પર્વ છે. આ વિષય ધર્મ - આસ્‍થા સાથે જોડાયેલો છે. ધર્મથી થોડા ઊંડા ઉતરો તો આધ્‍યાત્‍મિક વિજ્ઞાનનો પ્રારંભ થતો હોય છે. આ અસામાન્‍ય અર્દશ્‍ય ઉર્જાનો વિષય છે.

ધાર્મિક આસ્‍થાને ઠેસ પહોચે તેવા સમાચાર આવ્‍યા છે. રાજકોટ પાસે પીજીવીસીએલની કચેરીમાં આયોજિત સત્‍યનારાયણ કથાનો વિજ્ઞાન જાથા એ વિરોધ કર્યો છે. લક્ષ્મી પૂજનના પર્વમાં નારાયણ ખુદ વિવાદનો વિષય બની ગયા છે.

આ ખૂબ ગંભીર વિષય છે. જયંત પંડયાની દલીલ છે કે, ‘‘સરકારી  કચેરીમાં ધાર્મિક કામ ન થઇ શકે'' દરેક કચેરીઓમાં  ન કરવાના કામો થાય છે, તેની સામે જયંતભાઇનો જીવ બળતો નથી. કથા જેવા કામોનો વિરોધ કરીને પોતાની વિજ્ઞાનની દુકાન ધમધમતી રાખે છે.

સમજયા વગર માની લેવું તેને અંધશ્રધ્‍ધા ગણવાનો રીવાજ થઇ ગયો છે. વિજ્ઞાન જાથાની દ્રષ્‍ટિએ દરેક ધાર્મિક લોકો અંધશ્રધ્‍ધાળુ છે. આ વ્‍યાખ્‍યા વિજ્ઞાનમાં લાગુ કરવાનો રીવાજ વિજ્ઞાન જાથાએ રાખ્‍યો નથી. વિશ્વના મોટાગજાના ગણાતા વૈજ્ઞાનિકો વારંવાર એલીયન્‍સ અંગેના સમાચારો વહેતા કરે છે. એલીયન્‍સને કોઇએ જોયા કે અનુભવ્‍યા નથી. આ માત્ર કાલ્‍પનિક ગતકડું જ લાગે છે. જાણ્‍યા - સમજયા વગર વિજ્ઞાન એલીયન્‍સની વાતો ફેલાવે છે. આ વિજ્ઞાન જગતની અંધશ્રધ્‍ધા નથી? જયંતભાઇ ટોળું લઇને કેમ પહોચતા નથી? નિવેદનિયો વિરોધ તો કરો...

પોલીસ કાફલો સાથે લઇ આવા તત્‍વો હવે સનાતન ધર્મ, હિન્‍દુઓની સૈકાઓની આસ્‍થા ઉપર કુઠારાઘાત કરવા લાગ્‍યા છે. તેમને હવે રોકવાની વેળા આવી ગઇ છે. આ દેશની શ્રધ્‍ધામાં તેમને આસ્‍થા ન હોય તો તેઓ ચોકકસ અન્‍યત્ર જઇ શકે છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધનોના નામે આરોગ્‍ય અને કોસ્‍મેટિક ક્ષેત્રની  હજારો પ્રોડકટ્‍સની બેફામ જાહેરાતો ૨૪ કલાક મીડિયામાં વહે છે. અસંખ્‍ય લોકો આ ભ્રમજાળમાં ફસાય છે. જયંતભાઇની બોલતી બંધ છે. આધુનિક વિજ્ઞાનની મોટાભાગની શોધો નુકસાનકારકથી માંડીને જીવલેણ સાબિત થઇ રહી છે. વિજ્ઞાન આડી દિશામાં દોડતું હોવાનું અનુભવાય છે. આ સામે વિજ્ઞાન જાથા મોૈન રહે છે. ધર્મના અંધશ્રધ્‍ધાળુ હોય તેમ આ ટોળકી વિજ્ઞાનની અંધશ્રધ્‍ધાળુ જેવી બની ગઇ છે. પોતાના ક્ષેત્ર વિજ્ઞાનને શુધ્‍ધ કરવાને બદલે ધર્મને શુધ્‍ધ કરવાની દુકાન ધમધમાવે છે.જો કે ધર્મના નામે ચાલતું બધુ ટનાટન જ છે, તેવું માની લેવાની જરૂર નથી. આ ક્ષેત્રે પણ સૌથી વધુ દુકાનો ધમધમે છે. ધાર્મિકક્ષેત્રમાં ગતકડા બાજોનો પાર નથી. સરકારી કચેરીમાં સત્‍યનારાયણ કથા કરવાને બદલે કચેરી સત્‍યના માર્ગે ચાલે તો ભગવાન વધારે રાજી થાય. અસત્‍યના માર્ગે ચાલતુ અને સત્‍યનારાયણ ની કથા કરીને પાપ ધોવા એ ભગવાનને ‘‘ મામા'' બનાવવાની પ્રવૃતિ જ ગણાય.

દિપાવલીના પવિત્ર દિનોમાં દેવી - શકિતને પ્રાર્થના કરીએ કે સમાજ ધર્મ અને વિજ્ઞાન બંને પ્રકારની અંધ - શ્રધ્‍ધાથી મુકત થાય તેવી કૃપા કરો.

(11:21 AM IST)