હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિવાદઃ કુંભમાં પણ વિધર્મી નજર
સનાતનની ગંગોત્રી સમાન કુંભમેળામાં પણ વિધર્મી જાળઃ નિર્ણાયક કદમ અનિવાર્ય...
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિપદે વિજેતા જાહેર થતા જ અમુક ધર્મો, અમુક દેશો, અમુક વિચારધારાઓ ફફડી ગઇ છે. આને પ્રભાવ કહેવાય. આને ધાક કહેવાય. ટ્રમ્પ ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે સત્તાધીશ છે. ધાર્યુ કરાવવાનો જુસ્સો રાખે છે. માત્ર અમેરિકામાં જ નહિ, ઘણાં દેશોમાં તેની ધાક રહે છે.
ભારતમાં એક અબજ જેટલાં સનાતનીઓ છે. સનાતની પરંપરાના નેતા સત્તાધીશ છે. આ શકિતશાળી પદનો પ્રભાવ દેશ પર કેટલો? મોદીજી અને યોગીજીની થોડી ધાક છે, પરંતુ અન્ય ભાજપી નેતાઓ ખાસ કરીને ગુજરાતની સનાતની પરંપરાની નેતાગીરીની ધાક કેટલી ? જરા પણ નહિ. ગુજરાતની વર્તમાન નેતાગીરી તો વિધર્મીઓથી ફફડતી હોય તેવો ભાસ થાય છે.
રાજકીય ઇચ્છાશકિતથી ધર્મક્ષેત્રે આમુલ પરિવર્તનની જરૂર છે. સનાતનમાં વિધર્મીઓની ઘુસણખોરી બેફામ બની છ.ે મોટાભાગનાં વિધર્મીઓ પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર છે. વંદેમાતરમ્થી માંડીને સૂર્ય નમસ્કારને તેઓ સાંપ્રદાયિક માનીને તેનો બહિષ્કાર કરે છે.
આવા કટ્ટર તત્વો શકિતની ભકિતના પર્વ નવરાત્રીમાં ઘુસવા ફાંફા મારે છે. જન્માષ્ટમીના મેળામાં ધરાર ઘુસે છે. કૃષ્ણ અને દૈવીશકિત સનાતનના મૂળ સ્વરૂપો છે, પણ કટ્ટરતાવાદીઓ લોચો લેવા આવી જાય છે. સનાતનીઓની ઉદારતા મૂરખામીમાં ખપી જાય છે. નજીકના ભવિષ્યમાં સનાતનની ગંગોત્રી સમાન કુંભમેળાનું આયોજન થનાર છે. આ મેળો સનાતન પરંપરાનું અત્યંત મહત્વનું આયોજન ગણાય છે.
તાજેતરમાં થયેલા સર્વે પ્રમાણે કુંભમેળામાં અંદાજે ર૦ ટકા વિધર્મી ધંધાર્થીઓ ગોઠવાઇ જાય છે. અમુક તો નામ અને પહેરવેશ બદલીને સમસ્ત સનાતની સમુદાયને મામા બનાવીને પોતાના એજન્ડા ચલાવે છે. સમગ્ર ધર્મ અને તેના વિરાટ અનુયાયી સમુદાય પર ગજબની આ જાળ પથરાઇ ગઇ છે.
આપણે કટ્ટર નથી જ બનવું, પણ સર્વધર્મ સમભાવના નામે મૂરખ પણ નથી જ બનવું. સાધુ-સમાજે સ્પષ્ટ માંગણી કરી છે કે, કુંભમેળામાં વિધર્મીઓનો પ્રવેશ સદંતર બંધ કરાવો. આ માંગણી કરવી પડે એ જ શરમની બાબત ગણાય. વંદેમાતરમ્ જેવી રાષ્ટ્રવંદના પણ જેને સનાતની લાગે અને બહિષ્કાર કરે તો શુધ્ધ સનાતની કુંભમેળામાં પ્રવેશવા તેઓ શા માટે ફાંફા મારે છે. કુંભ, નવરાત્રી, જન્માષ્ટમી, ઉત્તરાયણ, દિવાળી વગેરેના બહિષ્કારનું એલાન કરવું જોઇએ. આવું કરવાને બદલે ધરાર ઘુસવાના પ્રયત્ન કરે છ.ે
ધાર્મિક ઇચ્છાશકિત અને ધર્મના સમન્વયથી સનાતનમાં પ્રવેશ અંગેના સ્પષ્ટ નિયમો બનવા જોઇએ. દાયકાઓથી સનાતનીઓ મૂરખ બન્યા, હવે નિર્ણાયક સમય છે.
ટ્રમ્પ જીત્યા તો ભારતમાં ઘણાં રાષ્ટ્રવાદીઓ ખુશ થયા. મોટા પરિવર્તનની આશા જાગી. સવાલ એ થાય છે કે, આ રાષ્ટ્રવાદીઓ ખુદના નેતાને નિર્ણાયક બનવાનું કહી શકતા નથી, અન્ય પર આશા રાખે છે. યાદ રાખજો, ટ્રમ્પ ગમે તે પગલાં ભરે, તેમાં પ્રથમ હિત અમેરિકાનું જ હશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
