<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ક્રિકેટઃ ભારતની રાષ્‍ટ્રીય લાચારી આતંક અને સંબંધો સાથે ન ચાલેઃ ભારતની સ્‍પષ્‍ટ નીતિઃ ક્રિકેટની વાત આવે તો ભારત મુજરા કરવા લાગે....

 

ભારતમાં દિપાવલીની ઉજવણી થતી હતી ત્‍યારે પાકિસ્‍તાનમાં વિવાદોની હોળી પ્રગટતી હતી. આતંકી ટોળા પાક. સરકાર સામે જ અવાજ ઉઠાવવા લાગ્‍યા છે. કંગાળ પાકિસ્‍તાન ચારેબાજુથી ઘેરાઇ ગયું છે. ટ્રમ્‍પ વિજેતા બનતા પાક.ના વડાપ્રધાન તેની ખુશામત ખોરી કરવા લાગ્‍યા, પણ ચીને આંખ કાઢતા પાક. વડાપ્રધાન મૌન થઇ ગયા.

મોદી સરકારે પાકિસ્‍તાન પ્રત્‍યે આક્રમક નીતિ અપનાવી છે, જેના કારણે પાકિસ્‍તાન ચારેબાજુથી ઘેરાઇ ગયું છે. ભારતમાં આતંકી પ્રવૃત્તિ પણ ઘટી છે.

જો કે કાશ્‍મીર-જમ્‍મુમાં અબ્‍દુલા સરકારની રચના બાદ ફરી આતંક હુમલા શરૂ થઇ ગયા છે. ફારૂક અબ્‍દુલા પાક. સાથે મંત્રણા કરવા આગ્રહ કરે છે. આ અંગે ભારત સ્‍પષ્‍ટ કહે છે કે, આતંકી પ્રવૃત્તિ અને મૈત્રી સાથે ન ચાલે.

આવી સ્‍પષ્‍ટ રણનીતિ અનિવાર્ય છે, પાકિસ્‍તાન ગુંગળાઇ રહ્યું છે. ભારત નકકર રણનીતિ ધરાવે છે, પણ ક્રિકેટની વાત આવે તો ભારત - પાકિસ્‍તાન સામે મુજરા કરવા લાગે છે. ક્રિકેટ આપણું ગૌરવ હતું, પણ હવે એ રાષ્‍ટ્રીય લાચારી બની ગયું છે.

પાક. ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્‍પીયન્‍સ ટ્રોફીનું આયોજન થઇ રહ્યું છે. ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડે સ્‍પષ્‍ટ જણાવી દીધું કે, અમારી ટીમ પાકિસ્‍તાન પ્રવાસે નહિ આવે. બોર્ડના આ વલણને ભારતીય મીડિયામાં બહાદુરી અને રાષ્‍ટ્રવાદી તરીકે ચમકાવે છે, પણ વાસ્‍તવિકતા અલગ છે. ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડ પોતાના મેચ દૂબઇ કે અન્‍ય દેશોમાં રમવા ઇચ્‍છે છે.

મતલબ એ કે, પાકિસ્‍તાન સાથે ક્રિકેટ રમવામાં ભારતને જરા પણ વાંધો નથી. પાકિસ્‍તાન સાથે મંત્રણા કરવામાં ભારતને આતંકવાદ નડે છે. પાકિસ્‍તાન સાથે વ્‍યવસાય કરવામાં આતંકવાદ નડે છે. પાકિસ્‍તાન સાથે સંબંધ રાખવામાં આતંકવાદ નડે છે, પણ ક્રિકેટની વાત આવે તો પાકિસ્‍તાન સામે આપણને કંઇ નડતું નથી, આપણે મુજરા કરવા લાગીએ છીએ.

ક્રિકેટની વાત આવે ત્‍યારે ભારતને જવાનોની શહીદી યાદ આવતી નથી. આતંકવાદ યાદ નથી આવતો. આવી લાચારી શા માટે ? ક્રિકેટ રમ્‍યા વગર આપણે નબળા પડી જોઇએ છીએ. બહાદુર ક્રિકેટરોને પાકિસ્‍તાનમાં જીવનું જોખમ દેખાય છે, આ કારણે ત્‍યાં રમવામાં ધ્રુજી જાય છે. આ કારણે અન્‍ય દેશમાં રમવા જવું પડે છે.

ક્રિકેટ પૂર્ણપણે વ્‍યવસાયી પ્રવૃત્તિ બની ગઇ છે. ભારતીય બોર્ડ અને ક્રિકેટ ક્ષેત્રે સંકળાયેલા લોકો પણ સમૃધ્‍ધિ-પ્રસિધ્‍ધિમાં આળોટે છે. આવું હોવા છતાં પાકિસ્‍તાન સાથે રમવાનો ઢઢ્ઢો શા માટે છે ? ક્રિકેટ બોર્ડ રાષ્‍ટ્રભકતોના હાથમાં આવી ગયું છે, પરંતુ આવા રાષ્‍ટ્રભકતો પાકિસ્‍તાન મુદ્‌્‌ે મુજરા કરવા લાગે છે. ક્રિકેટ ભારત માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે.

યાદ રાખજો. ક્રિકેટના મેદાનમાં પાકિસ્‍તાનને પરાજિત કરવાથી દેશોને કંઇ ફેર પડતો નથી. આપણે ક્રિકેટ સંબંધો રાખીએ છીએ, એ જ પાકિસ્‍તાનનો વિજય છે. દુનિયા પાક.નો બહિષ્‍કાર કરે તેવો આપણો આગ્રહ રહે છે અને આપણે જ પાકિસ્‍તાન સાથે રમીએ છીએ.

(9:54 AM IST)