News of Wednesday, 20th November 2024
હત્યારૂ ગુજરાતઃ ગુન્હાખોરી વિકસી
શાસકો આરામમાં:વિપક્ષમાં દમ નથીઃપોલીસના બે કામ,માર ખાવો અથવા સેટિંગ કરવું...
વડોદરામાં વિધર્મીએ ભાજપી નેતાના યુવાન પુત્રની કૃર હત્યા કરી. પોલીસની હાજરીમાં આ ઘટના બની. ભાજપી નેતા રડતા-રડતા આ ઘટના વર્ણવો છે... આ સ્થાનેથી અસંખ્ય વખત લખાયું છે કે, ગુજરાત જોખમી સ્થિતિમાં આવી ગયું છે. પરપ્રાંતીય અને વિધર્મી અસામાજિક તત્વો બેફામ અને કૃર બન્યા છે. આ લખાણો બાદ ભાજપ પણ ગંભીર ન બન્યો. ભાજપી નેતાનો જ પુત્ર કપાયો ત્યારે આંસુ વહાવવાનો શો અર્થ ?
છેલ્લા દશ વર્ષથી ગુજરાતમાં અતિ કૃર ગુન્હાની ઘટનાઓમાં ભયજનક વધારો થયો છે. આヘર્ય છે કે, ગુન્હાખોરીને કડક હાથે ડામી દેવા ગૃહપ્રધાન કે પોલીસ તંત્ર પાસે કોઇ રણનીતિ નથી. આ મામલે ઇચ્છાશકિત અને ક્ષમતા સામે પણ સવાલ ઉઠવા લાગ્યો છે.
હિન્દુત્વ અને મોદિત્વના નામે પ્રચંડ બહુમતી મેળવીને ભાજપના રાષ્ટ્રીય મોવડી મંડળે ગુજરાતને ગુન્હાખોરીના નર્કમાં ધકેલી દીધું હોય તેમ લાગે છે. નિર્દોષ લોકો ફફડી રહ્યા છે, ગુજરી રહ્યા છે, પણ શાસકોને કંઇ જ પડી નથી. મુખ્યમંત્રી મંદિરોમાં અને કાર્યક્રમોમાં હડિયું કાઢવા સિવાય કંઇ કરતા ન હોય તેવું લાગે છે. ગુજરાત પોલીસ ખુદ ગુન્હાખોરી આચરે, પોલીસ ગુન્હાખોરોનો માર પણ ખાતી રહે, એ ઘટનાઓ ગુજરાતના ગૃહમંત્રી માટે શરમજનક ગણાય, પણ ગૃહપ્રધાન શરમપ્રુફ બની ગયા છે. બહાદુરીની વાતો કર્યા કરે છે, કંઇ ઉકાળી શકતા નથી.
વિપક્ષ કોંગ્રેસે નિવેદન કરીને જણાવ્યું કે, રાજયમાં ર૪ દિવસમાં ૧૮ હત્યાઓ થઇ છે. અમદાવાદમાં જ ૧૦ મહિનામાં ૭૮ હત્યાઓ થઇ છે. ગુજરાત માટે આ સ્થિતિ ભયાવહ ગણાય, પરંતુ ગુજરાતીઓની કમનસીબી છે કે, રાજયમાં સાવ નબળા શાસકો છે અને અતિ નબળો વિપક્ષ છે. છેલ્લા ૩૦ વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં માત્ર નિવેદનીયો વિરોધ કર્યા કરે છે. ત્રણ દાયકામાં રાજયવ્યાપી લડત આપીને એક પણ સમસ્યા વિપક્ષે ઉઠાવી નથી.
અગ્નિકાંડ, નવા કાંડ વગેરેએ દેશમાં સનસનાટી મચાવી હતી, પણ ગુજરાત જાગૃત બન્યું નથી. આ કાંડોના આરોપીઓની મોદ તુલા કરીને સન્માન આપવામાં આવે છે. નિર્દોષ લોકોના સામુહિક મોતને પણ ગુજરાત ગંભીરતાથી લેતું નથી. નેતાઓ અને અધિકારીઓ ભીનું સંકેલવામાં અને સેટિંગમાં વ્યસ્ત બની ગયા હોય તેમ લાગે છે.
દારૂબંધી હળવી થઇ ગયા બાદ રાજયમાં માર્ગ અકસ્માતો ખૂબ વધ્યા છે. રાજકોટમાં એક વર્ષમાં ૩૭પ લોકોના ૭૮પ૪ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા. મોટાભાગના અકસ્માતો નશાની હાલતમાં થયા છે. દારૂનું દુષણ અટકાવવાને બદલે ગુજરાત ડ્રગ્સનું આંતરરાષ્ટ્રીય મથક બની રહ્યું છે. ભવિષ્યમાં રાજયની કેવી દશા હશે ?
લોકોએ થોડા દિવસ જ્ઞાતિવાદ, હિન્દુત્વ, કોમવાદ બધું પડતું મૂકીને શાસકો સામે અવાજ ઉઠાવવો જરૂરી છે. વાદમાં પડયા રહેશો તો અસ્તિત્વ ગુમાવવું પડશે. શાસકોને કામ કરવા ફરજ પાડવી જરૂરી છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
