<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

કાયદાનું પાલન કરો, હાસ્‍યાસ્‍પદ બનો!

ગુજરાતમાંનવી યોજનાઃ હેલ્‍મેટ મુદે આદેશો અપાય છે, પાલન થતું નારા રમૂજને પાત્ર બને છે

  કર માળખામાં આવનારરા નાગરિકોએ વેરો ભરવો એ તેનીફરજ છે. આ ફરજ અદા ન કરે તો અધિકારીઓ ત્રાટકે અને દંડ પણ વસુલે. કાયદા અને કાર્યવાહી થી ડરીને અમુક વ્‍યાપારી નિયમિત વેરા ભરી દે છે. તેના હરીફ વેરા ન ભરે તો? માર્કેટ સ્‍પર્ધાત્‍મક છે. વેરા ભરનારાને વેરા ન ભરનારા સામે વ્‍યાપારમાં ટકી રહેવું મુશ્‍કેલ  બને છે. માર્કેટમાં વેરા કાયદાનું નિષ્‍ઠાથી પાલન કરનારાઆ કારણે પરેશાન છે. ભારતમાં તંત્ર દ્વારા કાયદાનો અમલ મનસ્‍વી રીતે કરાવવાની પરંપરા થઇ ગઇ છે. અધિકારી વર્ગ મનફાવે ત્‍યા મન ફાવે તેવા કાયદાના અમલ કરાવે છે.

ગુજરાતમાં તો ગજબ સ્‍થિતિ બની ગઇ છે. કાયદાનો અમલ કરનારા હાસ્‍યાસ્‍પદ સાબિત થઇ રહ્યા છે. દશ-પંદર દિવસ પૂર્વની ઘટનાઓ યાદ કરો. ટ્રાફિક - પોલીસ તંત્રએ આદેશ જાહેર કરીને ટુ-વ્‍હીલર ચાલકો માટે રાજયભરની સરકારી કચેરીઓમાં હેલ્‍મેટ ફરજિયાત કર્યું હતુંઉ રાતો-રાત અમલી બનેલા આ નિયમનો ભંગ કરનારાને ધડાધડ તગડા દંડ ફટકારાયા હતા. ગુજરાત ભરમાં ત્રણ-ચાર દિવસમાં લાખો રૂપિયાનો દંડ વસૂલાયો હતો. ઘણાં લોકોએ નિમયનું પાલન કરવા તત્‍કાલીક હેલ્‍મેટ ખરીદ્‌યા. આ બધું થયું ત્‍યાં અધિકારીને નિયમના પાલનનો નશો ઉતરી ગયો હાલ પણ સરકારી  કચેરીમાં હેલ્‍મેટ નો નિયમ છે, પણ અમલ થતો નથી. હેલ્‍મેટ ખરીદનારા  હાસ્‍યાસ્‍પદ બની રહ્યા છે.

આ બાબત ગુજરાત માટે શરમજનક ગણાય. કાયદા પાલન કરનારા સન્‍માનને લાયક ગણાય. આવા લોકો દેશ માટે આદર્શ નાગરિક કહેવાય. ગુજરાતમાં સન્‍માન તો દુર રહ્યું , કાયદાનું પાલન કરનાર હાસ્‍યાસ્‍પદ બની રહ્યા છે. આヘર્ય તો એ છે.કે, આ સ્‍થિતિ સુધારવાને બદલે હજુ પણ તંત્ર મનસ્‍વી આ દેશો આપી રહ્યું છે.

જૂના આ દેશોના પાલનનું ઠેકાણું નથી અને નવો આદેશ આવ્‍યો  કે,  ગુજરાતભરમાં યુનિવર્સિટીમાં જતાં ટુ વ્‍હીલર ચાલકો માટે હેલ્‍મેટ ફરજિયાત છે...  બે - પાંચ દિવસ મનફાવે ત્‍યાં સુધી યુનિવર્સિટી ઓમાં તગડા દંડ ઉઘરાવાશે, બાદમાં આદેશનું ફિંડલું વાળી દેવાશે. થોડા દિવસ બાદ ફરીથી નવો આદેશ આવશે.

ગુજરાત નવો આદેશ આવશે. ચઢ્‍યું  છે, રાજકારણીઓ સેટિંગમાં વ્‍યસ્‍ત છે અને અધિકારીઓ મનસ્‍વી નિર્ણયો કરવામાં મસ્‍ત રહે છે. આ સ્‍થિતિ અંગે કોઇ અવાજ ઉઠ્‍તો  નથી એ મહાઆヘર્ય છે. કાયદાને નામે ગુજરાતીઓ મામા બને છે. કરોડો રૂપિયા દંડના ભમરે છે અને હાસ્‍યાસ્‍પદ પણ બની રહ્યા છે. શાસકો અને અધિકશારીઓઅ તાગડધિન્ના કરે છે. ગુજરાતીઓની સહન શકિત આટલી બધી કયાંથી આવી? સહન કરવાનું ઓછું કરો અને હક્ક માટે મેદાનમાં આવો તો જ સુખ-સ્‍વમાન પ્રાપ્‍ત થશે.

(10:10 AM IST)