News of Friday, 29th November 2024
વિપક્ષનું વિચિત્ર હિન્દુત્વ!
ભારતના હિન્દુઓની ચિંતા નથીઃ બાંગ્લાદેશના હિન્દુઓ માટે કોંગ્રેસ,સપા, તૃણમૂલની જીવ બળતરા!
રાજસ્થાનાના અજમેર શરીફનો વિવાદ રાષ્ટ્રીયકક્ષાએ તીવ્ર બનવા લાગ્યો છે. દરેક રાજકીય પક્ષો માટે આ વિવાદ લોચો લઇ લેવા જેવો દેખાઇ રહ્યો છે. દરેક નેતા પોતાની વોટ બેંકને નજરમાં રાખીને નિવેદનો કરવા લાગ્યા છે.
ભાજપ હિન્દુ તરફી નિવેદનો કરે છે, ભાજપના સાથે પક્ષો મોટાભાગ મોૈન રહે છે. કોંગ્રેસના ઇન્ડિયા મોરચાના સાથી પક્ષો લઘુમતી તરફી નિવેદનો કરે છે. ઉધ્ધવ ઠાકરે જેવા નેતા અજમેર જેવા મુદે ફસાઇ જાય છે. કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ વગેરે પક્ષો હિન્દુહિત અને હિન્દુ દૃષ્ટિકોણનો ખુલ્લો વિરોધ કરતા રહે છે. આ તેમની પરંપરા જ રહી છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ ભારતમાં આતંકી હુમલા કરીને હાહાકાર મચાવે તો પણ દેશની કે હિન્દુ સમાજની ચિંતા કરવાને બદલે ત્રાસવાદ તરફી નિવેદનો આપે છે.
મહત્વના વિપક્ષોની આવી રણનીતિના કારણે ભાજપનું તકલાદી હિન્દુતત્વ પણ ચાલી જાય છે. છેલ્લા બે દિવસમાં વિપક્ષનું નવું અને વિચિત્ર હિન્દુત્વ જોવા મળ્યું ભારતમાં હિન્દુઓ ત્રાસવાદીઓના હુમલામાં ગુજરી જાય તો પણ જે પક્ષોને ચિંતા નથી નથી તેવી પક્ષો કોંગ્રેસ, સપા, તૃણમૃલ વગેરે પક્ષોના નેતાઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ચિંતાતુર બની ગયા. છેલ્લા બે દિવસમાં પ્રિયંકા ગાંધી, મમતા બેનરજી, કેજરીવાલ, અખિલેશ યાદવ વગેરેએ બાંગ્લાદેશના હિન્દુઓ પર હુમલાની ચિંતા વ્યકત કરી.
રાજકીયક્ષેત્રના જાણકારો કહે છે કે, વિપક્ષે મોટાભાગના લઘુમતી કેન્દ્રિત પક્ષો છે. ભારતમાં હિન્દુઓ પર અત્યાચારનો વિપક્ષો વિરોધ કરે તો લઘુમતી મતદારો નારાજ થઇ જાય. આ કારણે કોઇપણ ઘટનામાં વિપક્ષનું વલણ વિધર્મી તરફી રહે છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ કરીને કોંગ્રેસ અને સાથી પક્ષો પોતાની હિન્દુ વિરોધી છાપ ભૂંસવાનો પ્રયાસ કરે છે. આ મુદે મોદી સરકારની ઝાટકણી કાઢવાનો પણ વિપક્ષોને અવસર મળી જાય છે. બાંગ્લાદેશની આંતરિક બાબતોની સીધી અસર ભારતની રાજનીતિ પર થતી નથી તેથી કોંગ્રેસ-સપા-તૃણમૂલ વગેરે પક્ષો સવાયા હિન્દુવાદી બનીને અત્યાચારના મુદા ઉઠાવે છે.
જો કે ભારતના મતદારોમાં જાગૃતિ આવતી જાય છે તેથી હવે હલકાસ્તરની રાજનીતિ ઉધાડી પડી જાય છે. હિન્દુ સમાજ પુરે પુરો જાગતો નથી તેથી રાજકીય રૂપે મામા બને છે. ભાજપ જેવા પક્ષો ભારતના હિન્દુઓની ચિંતા કરે છે, નિવેદનો પણ હિન્દુ તરફી કરે છે, પરંતુ સામાન્ય હિન્દુ તરફી પ્રવૃતિનો અભાવ છે. ગુજરાતમાં વિધર્મી સમુદાયના અસામાજિક તત્વોના તાંડવ સામે એક પણ ભાજપી નેતું સક્રિય નથી. પાકિસ્તાનને પાડી દેવાની વાતો કરતા ગુજરાતના ભાજપી ટાબરિયાઓ પોતાના વિસ્તારમાં કંઇ ૈકાળી શકતા નથી.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
