<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ખુશામતથી નહી, સુકર્મોક્ષ ગીતા જયંતી ઉજવો

શ્રીમદ્‌ ભગવત ગીતાજી ગોખવાનો નહી, જીવવાનો ગ્રંથ છેઃ આ અંગેના પ્રવચનો મોટા ભાગે ધ્‍વનિ પ્રદૂષણ સમાન

 

આજે મોક્ષદા એકાદશી ઉજવાય છે. સનાતમાં અગિયારસનું ખૂબ મહત્‍વ છે. દરેક અગિયારસ પાછળ વિશિષ્‍ટ ઉદ્‌ેશને ફોકસ કરીને પરમાત્‍મામાં લીન થવાનું હોય છે. પરમ તત્‍વમાં એટલું તન્‍મય થવાનું કે, ભોજન પણ યાદ ન આવે અગિયારસ જેવા વ્રતો મોટાભાગે પરરમાત્‍માને બદલે ભોજન કેન્‍દ્રિત બન્‍યા છે. એકટાણું- ઉપવાસ છે એ યાદ રાખી ને કંઇ આડાઅવણું  ખાવું-પીવું નહી અને ફરાળમા઼ શું લેવું તેનું જ સતત ચિંતન  અને તૈયારી કરવી... આમા પરમાત્‍મામાં લીન થવાનો આખો કાર્યક્રમ જ અલોપ થઇ ગયો છે.

ફાલતુ પરંપરા જળવાઇ છે, પણ તેના મૂળ ઉદેશ ચુકાઇ ગયા છે. મોક્ષદા એકાદશી એટલે ગીતા જયંતી. શ્રીમદ્‌ ભગવત ગીતાજીનો સનાતનના મુખ્‍ય ગ્રંથોમાં સમાવેશ થાય છે. ભગવાન શ્રી કૃષ્‍ણ એ વિરાટ વિટાણું સ્‍વરૂપના દર્શન આપીને અર્જુનને ઉત્તમ જીવનનું જ્ઞાન આપ્‍યું હતું. આ જ્ઞાન એટલે ગીતાજી.

ગીતાજ્ઞાન માત્ર આપણું ગોૈરવ જ નહી, આપણો માર્ગ પણ છે. પ્રતિવર્ષ ગીતા જયંતીની ઉજવણી થાય છે. ઉજવણીમાં મોટા-ભાગે પ્રવચનો કે ગોખણપટ્ટી સ્‍પર્ધાઓ યોજાતા હોય છે. હાલ સનાતની- હિન્‍દુત્‍વાદની હવા ચાાલે છે. આ હવા અંતર્ગત ગીતા જયંતીની ઉજવણી વધી ગઇ છે.

ગીતા જયંતીના કાર્યક્રમો પર નજર કરો તો મોટાભાગના વકતાઓ બિન અભ્‍યાસુ હશે, તેઓ પ્રવચનના નામે ગીતા ગ્રંથની અભ્‍યાસ કર્યા વગર મારી મચોડીને ગીતાજીનું મહત્‍વ સ્‍થાપિત કરવા ધંધે લાગ્‍યા હશે.

ઘણા છીછરા અભ્‍યાસુઓ પ્રવચનોમાં જ્ઞાનને બદલે માહિતી વહાવતા નજરે પડશે. આપણું એટલું બોૈધ્‍ધિક પતન થયું છે કે, જ્ઞાન અને માહિતી વચ્‍ચેનો ભેદ પણ ખ્‍યાલ નથી. વાસ્‍તવમાં ગીતાજી ખુશામતનો કે ગોખી નાખવાનો ગ્રંથ નથી એ જીવવાનો ગ્રંથ છે.

પ્રવચનો સાંભળીને કે સંભળાવીને ધાર્મિક- આધ્‍યાત્‍મિક ગણાવવું  એ આંતરિક મનોરંજનથી વિશેષ કંઇ નથી. વર્ષો સુધષ્‍ી ગીતાજી-રામાયણ ભાગવત પર પ્રવચનો  આપનારે મહાત્‍માઓના ખુદના જીવનમાહં કે તેની ખૂબ જીનક લોકોમાં પણ સકારાત્‍મક પરિવર્તન ન દેખાય તેનો મતલબ શું. કાઢીશું? સોૈરાષ્‍ટ્રમાં એક કથાકારોતો ધર્મ- અધ્‍યાત્‍મના જ્ઞાનનો મોલ ખોલ્‍યો હોય તેમ કોઇપણ વિષયના પ્રવચનો ફટકારવા પહોંચી જાય છે. રામકથા  હોય, ગુજરાતી સાહિત્‍યનો કાર્યક્રમ હોય કે ગીતા જયંતી મહોત્‍સવ હોય... એ વકતા જે તે વિષયની ખુશામત ખોરી કરીને પ્રાસનો ત્રાસ કરીને વાહ-વાહી મેળવે છે.

આ એક પ્રકારનું મનોરંજન જ છે. ધ્‍વનિ પ્રદૂષણ બોનસરૂપે ગિફટ મળે છે. ગીતાજી ભવ્‍ય છે. દિવ્‍ય છે. તેને ખુશામતની જરૂર નથી. ગીતાજી કર્મનો ગ્રંથ છે, સુકર્મો ન કરીએ તો પણ વાંધો નાથી, ન કરવા જેવા કર્મો બંધ કરીએ તો પણ ગીતા જયંતીની ઉજવણી સાર્થક ગણાય.

(10:19 AM IST)