<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

મુદા જૂનાઃ ચહેરો નવો

બ્રાન્‍ડ પ્રિયંકાનું લોન્‍ચિંગઃ કોંગ્રેસનેરાહુલનો વિકલ્‍પ મળશે, પણ મુદ્‌ાના વિકલ્‍પનો દુકાળ!

 

  હોસ્‍પિટલમાં આગ, ૭ દર્દીઓના મોત... વડાપ્રધાન આવાસ  યોજનામાં ૫૦ ટકા મકાનો ખાલી... જીવન જરૂરી વસ્‍તુઓમાં તીવ્રતમ ભાવવધારો... સર્વત્રલાંચ- કોૈભાંડ નું  સામાન્‍ય... ભારતમાં લોકોને ત્રાહીમામ કરતા મુદાઓનો પાર નથી, આヘર્ય છે કે શાસક કે વિપક્ષને આવા રિયલ મુદામાં રસ નથી.

નિર્દોષ લોકોના જીવ લેતા મુદાઓ તો વિપક્ષ માટે બ્રહમાસ્‍ત્ર ગણાય પરંતુ રાહુલ ગાંધી દશ વર્ષથી બુઠી તલવાર જેવા મુદા લઇને લડે છે. સદંતર નિષ્‍ફળતા  બાદ કોંગ્રેસે રાજનીતિના મેદાનમાં પ્રિયંકા ગાંધીનું લોનિચંગ કર્યુ છે.

પ્રથમ વખત સાંસદ બન્‍યા બાદ પ્રિયંકાએ ગઇકાલે લોકસભામાં પ્રથમ ભાષણ આપ્‍યું હતું. આ બ્રાન્‍ડને લોન્‍ચ કરતા પૂર્વે કોંગ્રેસ રાષ્‍ટ્રીય મીડિયામાં ખૂબ પ્રભાર કરાવ્‍યો  હતો. જો કે પ્રિયંકા ગાંધીએ પ્રથમ ભાષણમાં જે મુદા ઉઠાવ્‍યા એ રાહુલ ગાંધીને જ રહ્યા હતા. બંધારણમાં ફેરફાર, ડરનો માહોલ વગેરેથી માંડીને દલિત-લઘુતમીની વાત... આ પ્રકારના મુદાઓ લઇને રાહુલ ગાંધી પાંચ વર્ષથી ભાષણો આપે છે, મોટાભાગ ની ચૂંટણીઓમાં કોંગ્રેસે મુંડાવ્‍યું છે.

રાહુલની ડલ નેતાગીરીને હવે કોંગ્રેસના સાથે પક્ષો પણ સ્‍વીકારવા તૈયાર નથી.  આ સમયે કોંગ્રેસે બ્રાન્‍ડ પ્રિયંકા લોન્‍ચ કરી છે. કોંગ્રેસને રાહુલ ગાંધીનો વિકલ્‍પ પ્રિયંકારૂપે મળશે, પરંતુ પક્ષને મુદાનો વિકલ્‍પ નથી મળતો એ ગજબ ગણાય.

રાજકીય સમીક્ષકો માને છે કે, કોંગ્રેસ સામે મુખ્‍યસવાલ વિચારધારાનો છે વર્ષો  સુધી બિનસાંપ્રદાયકતાનું ગતકડું ચલાવ્‍યું, હવે ચાલે તેમ નથી. આ કારણતે રાહુલ સોફટ હિન્‍દુત્‍વનો પ્રયોગ કર્યો હતો. રાતો-રાત શિવભકત - જનેઉધારી બની ગયા  હતા. કોંગ્રેસ નો આ અવતાર પણ લોકોએ ફગાવી દીધો હતો. બાદમાં ફરી લઘુમતી  ખુશામત તરફ પક્ષ વળ્‍યો હતો, પણ તે સમુદાયે વિશ્વાસ ન કર્યો હવે કોંગ્રેસ પાસે એકમાત્ર વિકલ્‍પ રહ્યો  છે. ભાજપને હિન્‍દુમતના ફાટા પાડીને મત મેળવવા...

આ કારણે રાહુલ ગાંધી બંધારણના સતત જાપ જપીને દલિત વર્ગને પોતાની તરફ આકર્ષિત કરવાની રણનીતિ ધરાવે છે. ભાજપના હિન્‍દુ મતોમાં સવર્ણો અને દલિતોનો ભેદ કરવાની કોંગ્રેસની રણનીતિ છે. જો કમે આ રણનીતિ બાદ પાંચ રાજયોમાં ચૂંટણી થઇ જેમાં ચાર રાજયોમાં કોંગ્રેસ વિપક્ષને  લાયક પણ રહી નથી. રાહુલના મુદાઓ રાજનીતિમાં ચાલ્‍યા નથી.  કોંગ્રેસે મુદા બદલવાને બદલે ચહેરો બદલ્‍યો છે.

સ્‍પષ્‍ટ બાબત છે કે, ધર્મજાતિ વગેરે મુદે કોંગ્રેસનો પનો ટૂંકો પડે છે. કોંગ્રેસ  લઘુમતીની તરફેણ કરે ત્‍યારે ભાજપ આપોઆપ મજબૂત થઇ જાય છે. કોંગ્રેસે આવા મુદા ઓથી દુર રહીને માત્ર લોકોની રિયલ હાડમારીને જ મુા બનાવવા જોઇએ. જીએસટી , ખોરાકી ભેળસેળ, ભાવવધારો, ટોલ ટેકસ, ભ્રષ્‍ટાચાર, આરોગ્‍ય, કૌભાંડો, ભાજપી નિષ્‍ફળતાઁઓ જેવા મુદે દેશભરમાં નિર્ણાયક તાકાત દેખાડે તો લોકોનો સહયોગ મળે. નહી તો કોંગ્રેસે પ્રિયંકાનો વિકલ્‍પ પણ ઝડપથી શોધવો પડશે.

(10:06 AM IST)