News of Wednesday, 18th December 2024
એવન નેશન, એ-વન ઇલેક્શન!
એક દેશ, એક ચૂંટણી કાયદો શાસક વૃતિ પર આધારિતઃ માત્ર મતાધિકાર છીનવવાની જ વૃતિ નથી ને?
ચૂંટણી બોજ બની ગઇ છે એ સાચુ... સતત યોજાતી ચૂંટણીઓ પર નિયંત્રણ જરૂરી જ છે. આ દૃષ્ટિએ વન નેશન, વન ઇલેકશન કાયદો આવકાર્ય અને અનિવાર્ય છે. જોકે નાગરિકો પાસે રહેલો મતાધિકાર બ્રહમાસ્ત્ર સમાન છે. બ્રહમાસ્ત્ર છીનવી લેવાની વૃતિ હોય તો વનનેશન, વન ઇલેકશન કાયદો જ અન્યાયકર્તા બની શકે છે.
કાયદાના લાભ-ગેરલાભ શાસકની વૃતિ પર આધારિત છે વનનેશન, વન ઇલેકશન એટલે કે એક દેશ એક ચૂંટણી કાયદામાં એવન નેશન, એવન ઇલેકશન એટલે કે શ્રેષ્ઠ રાષ્ટ્ર, શ્રેષ્ઠ ચૂંટણીની ગેરન્ટી હોવી જોઇએ.
વર્તમાન લોકશાહી અને ચૂંટણી સિસ્ટમ આવકારીય કે પ્રસંશનીય નથી. તેમાં પરિર્વતનો થવા જ જોઇએ. પરંતુ પરિવર્તનથી લોકોને- રાષ્ટ્રને લાભ થવા જરૂરી છે. પરિવર્તનનો અનેક ક્ષેત્રેઅનેક થયા છે, પરંતુ દેશ કે લોકોને બદલે પક્ષ કે વ્યકિતગત લાભો વધારે થયા હોય તેમ નથી લાગતું?
ચૂંટણીઓ બોજરૂપ ભલે બની ગઇ, પરતું રાજકીય પક્ષોના અને નેતા-નેતીઓના દર્શન માત્ર ચૂંટણી વખતે જ થાય છે વનનેશન વન ઇલેકશનથી આ દર્શન આપવાની જવાબદારીમાંથી પણ નેતા ચૂંટણી ઓના કારણે રાજકીય પક્ષો ને ચુંટણીલક્ષી જ નીતિ રાખવી પડે છે. નેતા-નેતીના કાન પકડવાનો લોકોને મોકો મળે છે. વનનેશન વન ઇલેકશનથી આ મોકો માંડ પાંચ વર્ષે મળશે.
નવા કાયદાથી લાભ અને નુકશાન બંને છે. દરેક પરિવર્તનમાં સિકકાની બે બાજુ હોય છે. લોકો પોતાની નુકશાની વેઠીને પણ નવા કાયદાને આવકારી શકે છે, પણ કાયદાથી દેશને લાભ થશે, તેની ગેરન્ટી સરકારે આપવી જોઇએ ચૂંટણી-મતદાન જેવી પધ્ધતિમા ક્રાંતીકારી પરિવર્તન થઇ રહ્યું છે, ત્યારે લોકોને વિશેષ અધિકાર પણ મળવો જોઇએ.
સતત ચૂંટણીઓ બંધ થાય ત્યારે લોકોને વારંવાર મળતો મતાધિકાર છીનવાઇ જશે. આ સામે લોકોને વિશેષાધિકાર પ્રાપ્ત થવો જોઇએ. સામે લોકોના મતથી ચૂંટાયેલા નેતા-નેતીને પાછા બોલાવવાનો અધિકાર પણ લોકો ને પ્રાપ્ત થવો જરૂરી છે. મોટાભાગના નેતાઓ ચૂંટાયાબાદ આડાપાટે ચાલવા લાગે છે મતદ્રોહી જેવા બની જાય છે. મતદારો લાચાર બનીને તેમને સહન કરતા હે છે. આવા નેતા-નેતીઓને પરત બોલાવી લેવા જરૂરી છે. પંચાયતના સભ્યથી માંડીને વડાપ્રધાન સુધીના નેતાઓના મતવિસ્તારમાં પરત બોલાવવા મતદાન થાય અને આવા મતોની બહુમતી થાય તો એ લોકપ્રતિનિધિ તરીકે બરખાસ્ત થાય તેવી જોગવાઇ વનનેશન વન ઇલેકશનમાં હોવી જોઇએ.
આવુ થાય તો જ મત બ્રહમાસ્ત્ર રહેશે. નેતા-નેતીઓએ લોકોને આધીન ન રહેવું પડશે, કાયદામાં ગમે તેવા ફેરફાર કરો, પણ એવનનેશન , એવન ઇલેકશનની ગેરન્ટી આપો તો જ ફેરફાર વિશ્વાસપાત્ર બની શકે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
