તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
-એ નેતા ન હતા...
મનમોહનસિંહમાં નેતાગીરી કે લોકપ્રિયતાના લક્ષણો ન હતાઃ તેઓ બૌધ્ધિક સંસ્કારી અને આદેશોને અનુસરનારા હતા
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી આજે પંચ મહાભુતમાં વીલીન થઇ ગયા છે. કોઇપણની વિદાય દુઃખદ જ હોય છે, પણ મીડિયા જગત માટે વિદાય એ પણ અવસર બની જાય છે. સ્થાનિકથી માંડીને રાષ્ટ્રીય મીડિયા જૂથા બે દિવસથી મનમોહનમય બની ગયા છે. પુષ્કળ જગ્યા ફાળવીને મનમોહનસિંઘના મેટર પ્રકાશિત કરી રહ્યા છે. મોટાભાગે ખુશામતો કે રાજકીય દૃષ્ટિકોણથી મનમોહનજીની સ્ટોરીઝ વહી રહી છે.
મોટાભાગનાં મીડિયા મનમોહનસિંઘજીને આદર્શ નેતા ગણાવી રહ્યા છે. વાસ્તવિકતા થોડી જુદી છે. મનમોહન નેતા હતા જ નહિ. તેમનામાં નેતાગીરીનું લક્ષણ ન હતું. તેઓ જ્ઞાની હતા, બૌધ્ધિક હતા, સંસ્કારી હતા અને આ દેશોને અનુસરનારા હતા, પણ નેતા ન હતાં.
પોલીટીકલ સાયન્સ પ્રમાણે નેતાગીરીના વિવિધ લક્ષણો હોય છે. આ લક્ષણોમાંથી મનમોહનમાં એક ટકો લક્ષણો ન હતાં. તેઓ કયારેય ચૂંટાઇને લોકસભામાં નથી ગયા. લોકપ્રિયતા અને કાવાદાવા કરવાની શકિતના અભાવે મનમોહન માટે ચૂંટણી જીતવી અઘરી હતી. આ કારણે તેઓ હંમેશા રાજયસભામાંથી ગૃહમાં જતા હતાં. ઉપરાંત વિરાટ સમુદાયનું નેતૃત્વ કરવું, મહાકાય સભામાં ધારદાર ભાષણો આપવા, રાજકીય વિવાદો સર્જવા વગેરે જેવી પ્રવૃત્તિથી સંદતર દુર હતા. પોતાની નિષ્ઠા અને બોૈધ્ધિકતાના બળે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા.
જો કે જગ જાહેર છે કે, સોનિયા ગાંધીની કૃપાના આધારે તેઓ પદ પર રહી શકયા હતા. અટલજીના શાસન બાદ કોંગ્રેસને કેન્દ્રમાં સત્તાની તક મળી હતી.સોનિયાજી જ વડાપ્રધાન બનવાના હતા, પણ વિદેશી મુદ્ો ગરમ બનતા તેઓ ત્યાગની મૂર્તિ બની ગયા અને કહ્યાગરા મનમોહનને વડાપ્રધાન પદ આપ્યું હતું. મનમોહનજીએ બે ટર્મ આસાનીથી ખેચી નાખી હતી.
બીજી તરફ ભાજપમાં અડવાણીજીનું નેતૃત્વ તેજહીન બન્યું હતું. ભાજપ વિપક્ષમાં હતો અને લગભગ નિસ્ક્રીય-ઉર્જાહીન જેવો બની ગયો હતો. આ સ્થિતિના કારણે મનમોહન સરકારને વધારે મુશ્કેલી પડી ન હતી.
પુત્રના લક્ષણ પારણામાંથી જાણી શકાય તેમ નેતાના લક્ષણ પગલામાંથી જાણી શકાય. મનમોહનકાળમાં રાહુલ ગાંધીની નેતાગીરી પા-પા પગલી કરતી હતી. આ સમયે વિપક્ષ ડલ હતો. મનમોહન શાસન સ્થીર હતું. રાહુલની પા-પા પગલી પોતાની જ સરકારને ભારે પડી ગઇ હતી. પોતાને બહાદુર-પરાક્રમી નેતા બતાવવા રાહુલે વડાપ્રધાન મનમોહનના વટહુકમે જાહેરમાં ફાડી નાખીને વિરોધ કર્યો હતો. રાહુલે પોતાની જ સરકારની આબરૂની પથારી ફેરવવાનો પ્રારંભ કર્યો હતો.
મનમોહનમાં નેતાગીરીના લક્ષણો હોત તો આ ઘટના બાદ રાહુલની રાજનીતિ ખતમ થઇ ગઇ હતો. મનમોહને મનને મારીને પદ જાળવ્યું હતું. મનમોહન ભલે નેતા ન હતા, પણ આજના અસંખ્ય નેતાઓ કરતા સવાયા હતા.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
