<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

કોંગ્રેસ મુકત ઇન્ડિયા !

દિલ્હીની ચૂંટણી દર્શાવે છે કે વિપક્ષી મોરચો તૂટી પડયો નથી, કોંગ્રેસથી મુકત થયો છે

  

 ાા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી સાચી આઝાદીનો પ્રારંભ થયો.ાા આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતજીના આ નિવેદન સામે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. રાહુલ ગાંધી-ખડગેથી માંડીને કોંગી નેતાઓ ભાગવતજીના નિવેદનનો જોરદાર વિરોધ કરી રહયા છે.

રામ મંદિર જેવા મુદ્ે કોંગ્રેસ જે વલણ રાખે છે એ પક્ષ માટે જોખમી ન  ગણાય? બહુમતીની લાગણીને ઇગ્નોર કરીને સતા કેવી રીતે મળી શકે? કોંગ્રેસ પાસે પોતાની તાકાત વધારવાનો ઘણો સમય છે, પરંતુ આ માટેની રણનીતિ કે દિશા દેખાતા નથી. લોકોમાં તો ઠીક, હવે તો સાથી પક્ષોમાં પણ કોંગ્રેસની સ્વીકાર્યતા સામે સવાલ  ઉઠે છે.

દશેક દિવસ પૂર્વે સમાચાર આવ્યા હતા કે, ઇનિડયા મોરચો  તૂટી પડયો છે. એ સમાચારની આ સ્થાને પણ સમીક્ષા થઇ હતી. જો કે દિલ્હી ધારાસભાની ચૂંટણીના  સમીકરણો જોતા થોડું જુદુ તારણ નીકળે છે. ઇન્ડિયા મોરચો તૂટી પડયો નથી, કોંગ્રેસ મુકત થયો હોય તેમ સમજાય છે.

આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થઇ તે પૂર્વે જ એકલા હાથે લડવાની ઘોષણા કરી દીધી હતી.આ સમયે કોંગ્રેસને વાંધો પડયો અને  'આપ'સામે દિલ્હીમાં લડવા ઘોષણા કરી દીધી. ઇન્ડિયા મોરચો સામસામે આવી ગયાનું લાગતુ ંહતું.  પણ દ્રશ્યો થોડા જુદા બન્યા છે. દિલ્હીની ચૂંટણીમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને અખિલેશ યાદવના સમાજવાદી પક્ષે આમઆદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. મમતા - અખિલેશ આપના ટેકામાં દિલ્હીમાં સભા-રેલી પણ કરશે.

આ બાબત સ્પષ્ટ દર્શાવે છે કે, ઇનિડયા મોરચો યથાવત છે, બસ કોંગ્રેસ જ તેમાં નથી અખિલેશ યાદવની ઘોષણા બાદ ઘણા કોંગી જનોએ તેમને ગદર પણ કહયા છે. ઉલ્લેખનીય છે કે,થોડા સમય પૂર્વે મમતા બેનરજીએ ઇન્ડિયા મોરચાનું નેતૃત્વ  કરવા ઇચ્છા  જાહેર  કરી હતી. આ બાબતે અખિલેશ યાદવ, શરદ પવાર, ઉધ્ધવ ઠાકરે  તથા તેજસ્વી યાદવ વગેરેએ મમતાને સમર્થન કર્યુ હતું. જો કે કોંગ્રેસે ઇન્ડિયા મોરચાનું નેતૃત્વ છોડવાની વાત ફગાવી દીધી હતી.

મોરચો તૂટી પડયાની વાતો વચ્ચે પણ કોંગ્રેસને બાદ કરતા અન્ય  મોટાભાગના સાથી પક્ષો વચ્ચે ટૂયુનિંગ જળવાઇ રહયું છે દિલ્હીની ચૂંટણીમાં તૃણમૂલ-સપાએ આપને સમર્થન પણ આપ્યું છે. એ સમીકરણો દર્શાવે છે કે, ઇન્ડિયા મોરચો તૂટયો નથી, કોંગ્રેસ  મુકત થયો છે.

એક સમયે મોદીજી-ભાજપે કોંગ્રેસ મુકત ભારત અભિયાન છેડયું હતું. કોંગ્રેસ માટે મુશ્કેલ સમય આવ્યો  અને ઇન્ડિયા મોરચાનું નિર્માણ થયું હતું. આ મોરચો વિશેષ કંઇ ઉકાળી ન શકયો. સાથી પક્ષોને પણ કોંગ્રેસમાં રસ પડયો નહી. દિલ્હીમાં ઇન્ડિયા મોરચો કોંગ્રેસનો હરીફ બનીને મેદાનમાં આવી ગયો છે.

વેરવીખેર વિપક્ષ ભાજપ માટે આશીર્વાદરૃપ બને છે. દેશમાં અસંખ્ય સળગતા પ્રશ્નો છે. આ પ્રશ્નો વિપક્ષની તાકાત ગણાય, પરંતુ કોંગ્રેસ પ્રશ્નો ઉઠાવવાને બદલે વિચારધારામાં ગોથા ખાઇને પોતાની દશા હાસ્યસ્પદ બનાવે છે. 

(10:09 AM IST)