News of Wednesday, 22nd January 2025
ટ્રમ્પ પાસેથી પ્રેરણા લેવા જેવી
ડ્રગ્સના ધંધાર્થીઓને આતંકવાદી ગણોઃ ઘુસણખોરો સામે નિર્દયી બનો
ઘણાં ઓવરડોઝ રાષ્ટ્રવાદીઓ ભારતને શ્રેષ્ઠ ગણાવીને અમેરિકાને- પヘમિી દેશોને ઝાટકતા રહે છે.ભારત શ્રેષ્ઠ જ નહી, પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ભારતમાં વસુધૈવ કુટુંબ ક્રમનો વિચાર ધબકે છે. ધરતી પરના તમામ દેશો-લોકો પરિવાર છે. આ વિચારપ્રમાણે કોઇ દેશ ઉત્તમ નિર્ણય કરે તો તેમાંથી પ્રેરણા લેવાથી રાષ્ટ્રવાદ મુરઝાઇ જતો નથી, રાષ્ટ્રવાદ વધારે નીખરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ફરીથી બન્યા છે. શપથ વિધિ બાદ ક્ષણવારમાં ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. અમુક નિર્ણયો ભારતે પ્રેરણા લેવા જેવા છે. વિશ્વભરમાં ડ્રગ્સનો કારોબાર બેફામ વધી રહયો છે. ડ્રગ્સથી બંધાણીઓ ખોખલા બની રહયા છે. અમેરિકા પણ ડ્રગ્સ ખેલાડીઓનું શિકાર બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે કે, ડ્રગ્સના ધંધાર્થીઓ- બંધાણીઓને આંતકવાદીની વ્યાખ્યામાં સામેલ કરીને ઝડપી અને સખ્ત સજા અપાશે.
ડ્રગ્સના કારોબારનો વ્યાપ ભારતમાં પણ ચિંતાજનક હદે વિકસી રહયો છે. બોદી નેતાગીરીના કારણે ગુજરાત ડ્રગ્સના વડામથક જેવું બની ગયું છે. જીવલેણ અને બરબાદ કરનારો નશો પડીકીરૂપે ગામે-ગામ ફેલાઇ રહયો છે. ઓપરેશનો થાય છે, પરંતુ ડ્રગ્સના ડુંગરા ખડકાઇ રહયા હોય તેમ લાગે છે. આ નેટવર્કમાં તંત્ર પણ શંકાસ્પદ બની ગયું છે.
ભારતમાં ડ્રગ્સ નેટવર્ક સામે આંતકવાદી-ટાડા જેવો કાયદો શામાટે લાગુ ન થાય ? મજાકમાં એવું કહી શકાય કે, ખરેખર ભારતમાં આવો કાયદો લાગુ થાય તો ગુજરાતમાં ઘણા ભાજપીને અને અધિકારીઓને આતંકવાદી જાહેર કરવા પડે!
વિષય મજાકનો નથી, જીવલેણ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. ભારત આખા ને ખબર છે કે, બાંગ્લાદેશીઓ ગેરકાયદે દેશમાં ઘુસીને ભારતની પથારી ફેરવી રહયા છે. વર્ષોથી આ પ્રશ્ન ભારતમાં ચર્ચાય છે, પણ ઉકેલ કેમ નથી આવતો?
સૈફ અલી ખાનને ઘરમાં ઘુસીને છરીના ઘા ઝીંકનારાો પણ બાંગ્લાદેશી ઝડપાયો છે. આવા તત્વો પકડાય ત્યારે માનવતાને ઓવર ડોઝ ધરાવતા બબૂચકો નાલાયકોના માનવ અધિકારની વાતો કરીને બચાવવા પ્રયાસો કરે છે.
ટ્રમ્પે કટ્ટર નિર્ણય કર્યો કે, અમેરિકામાં ઘુસેલા તત્વોને કોઇપણ ભોગે બહાર કાઢવામાં આવશે. શપથ લીધાના ક્ષણવારમાં જ સરહદો પર કટોકટી જાહેર કરી દીધી...
ભારતમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા ઓ સામે દેકારા થાય છે, પણ નિર્ણાયક પગલાં લેવાતા નથી. શાસકો-વિપક્ષોને અને ભારતની છાપ બગડવાની ચિંતા થતી હશે. ઘુસણખોરો ભારતીયો પર કાળ બનીને ત્રાટકવા લાગ્યા છે. ટ્રમ્પ પાસેથી પ્રેરણા લઇને આકરું બનવામાં વાંધો શું છે?
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
