News of Tuesday, 28th January 2025
વોટબેંક તોડવા અને જોડવાના ખેલ
બંધારણના નામે બઘડાટી સામાન્ય નથીઃ કોંગ્રેસ સામેઅસ્તિત્વનો સવાલ
‘‘ આખા દેશનો વિરોધ થયો તેથી મોદીએ બંધારણ પાસે ઘુટણ ટેકવા પડયા..'' આ શબ્દો રાહુલ ગાંધીના છે. પ્રજાસત્તાક દિને પ્રવચનમાં તેઓએ આ શબ્દો વહાવ્યા હતા. રાષ્ટ્રીય પર્વએ પણ દેશહિતને બદલે સ્વહિતની જ વાતો કરવાની પરંપરા શાસકે અને વિપક્ષે જાળવી રાખી છે. ભાજપી વકતાઓએ પણ હરીફ પક્ષોને બરાબર ઝાટકયા હતા.
છેલ્લા સાતેક મહિનાથી રાહુલ ગાંધી બંધારણને જાપ જપે છે. આ જાપ બાદ થયેલ ચૂંટણીઓમાં કોંગ્રેસને પછડાટ મળી છતા રાહુલના બંધારણના જાપ બંધ થયા નથી. બંધારણના જાપનું ગણિત સમજયા જેવું છે. ભાજપે હિન્દુત્વનો તીવ્ર પ્રભાવ રાષ્ટ્રમાં સજર્યો છે. રાહુલે હિન્દુવાદી બનવા પ્રયાસ કર્યો હતો, પણ રાબેતા મુજબ ફેઇલ થયો હતો.
કોંગ્રેસ સામે અસ્તિત્વનો સવાલ સર્જાયો છે. ઇન્ડિયા મોરચો પણ કોંગ્રેસને સ્વીકારી શકતો નથી. કોંગ્રેસના પરંપરાગત લઘુમતી મતો પણ આછા પાછા થઇ ગયા છે. આ સ્થિતિમાં રાહુલે બંધારણને મુખ્ય મુદ્ો બનાવ્યો છે.
આ મુદ્ાના ગણિત-વિજ્ઞાન સમજવા જેવા છે. મોદીજી ભાજપની મુખ્ય વોટબેંક હિન્દુમતો છે. બંધારણ મુદ્ામાં કોંગ્રેસની વૃતિ એવી છે કે, ભાજપ નબળો પડે અને કોંગ્રેસ ની વોટબેંક રજાર્યઃ કોંગ્રેસની રણનીતિ પ્રમાણે બંધારણ ખતરામાં મુદો જોરશોથી ઉઠાવતા દલિત સમુદાય ભાજપથી દુર થાય અને હિન્દુત્વમાં ફાટા પડે. દલિત સમુદાય કોંગ્રેસની વોટબેંક બને અને પક્ષના અસ્તિત્વ સામે નો સવાલ પૂરો થઇ જાય.
આ કોંગ્રેસની કલ્પના અને રણનીતિ છે. જો કે બંધારણ મુદ્ો ઉછાળ્યા બાદ પણ ચૂંટણીઓમાં કોંગ્રેસને અધધધ મતો મળ્યા નથી. કોંગ્રેસને બંધારણ મુદ્ાની આડઅસર ખૂબ થઇ છે. બંધારણનો મુદ્ો ખાળવા યગીજીએ બટેગે તો કટેગે સુત્ર આપ્યું, જે ખૂબ હીટ થયું છે આ ઉપરાંત કોંગ્રેસના મોરચાના સાથે પક્ષોને પણ બંધારણનો મુદ્ો ભારે પડયો છે.
ઇન્ડિયા મોરચાના અનેક પક્ષોની મુખ્ય વોટબેંક લઘુમતી અને દલિત વોટ છે. કોંગ્રેસ દલિતોને યાત્રાની તરફ આકર્ષે તો સાથી પક્ષોને વધારે નુકસાન થાય. આ કારણે કોંગ્રેસ યાત્રાના જ મોરચામાં અછૂત જેવી બની ગઇ.
આヘર્ય એ છે કે, કોંગ્રેસમાં રાહુલ ગાંધી જે તીવ્રતાથી બંધારણ મુદ્ો ઉછાળે છે, તેટલી તીવ્રતાથી અન્ય કોંગીજનો ઉઠાવતા નથી. ઘણાં રાજકીય સમીક્ષ કો માને છે કે, મોટાભાગના કોંગી જનો રાહુલના નેતૃત્વ અને રણનીતિથી નારાજ છે. આ કારણે પ્રિયંકાનું લોનિચંગ થયું છે. જો કે રાહુલનો પ્રભાવ પક્ષ પરથી ઓછો થયો નથી.
મુખ્ય સવાલ એ છે ક, દલિત વોટબેંક ભાજપથી ખરેખર દુર થઇ જાય તો પણ કોંગ્રેસમાં આવશે તેની ગેરન્ટી ખરી? ના. કોંગ્રેસ વોટબેંક માટે તરસે છે, પણ હજુ ગ્રહો તેમને અનુકુળ લાગતા નથી.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
